બ્રિટિશ પબ્લિક સામે કોહલી જાતને સાબિત કરશે : શાસ્ત્રી

ઇંગ્લૅન્ડનો વિકેટકીપર-બૅટ્સમૅન ભારતીય ખેલાડીઓ સાથે IPL દરમ્યાન થયેલી મિત્રતાને મેદાન પર ભૂલી જશે

virat

ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટ્સમૅન જૉસ બટલરને એવી આશા છે કે ભારત સામે બુધવારથી શરૂ થનારી પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ દરમ્યાન તે વિરાટ કોહલી પાસેથી પ્રેરણા લેશે અને IPLના અનુભવનો ઉપયોગ કરવામાં સફળ રહેશે. બટલરે ઓવલમાં કહ્યું હતું કે ‘વિરાટ કોહલી ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે. તેને જોઈને તમને હંમેશાં ટોચ પર રહેવાની માનસિકતાની પણ ખબર પડે છે. વળી તે મોટે ભાગે યોગ્ય નિર્ણય લે છે અને એ જ કુશળતા છે. સફળતાની ભૂખને કારણે જ રોજ આવું શક્ય બને છે. આ ટોચના ખેલાડીઓની ભૂખ જ તેમને આ બધી સિદ્ધિઓ અપાવે છે.’

IPLની આ સિઝનમાં રાજસ્થાન રૉયલ્સ તરફથી ૫૪૮ રન બનાવનાર બટલરે કહ્યું હતું કે ‘IPLમાં જે મેં મહkવની વાત શીખી તે એ હતી કે શ્રેષ્ઠ ખેલાડીઓ સફળતા મેળવવા માટે શું કરે છે અને તેઓ શા માટે શ્રેષ્ઠ ખેલાડી છે? તેમની માનસિકતા અલગ હોય છે. તેઓ દરેક મૅચમાં આ માનસિકતા સાથે જ ઉતરે છે. મેં આ ખેલાડીઓની પ્રૅક્ટિસની પદ્ધતિઓ અને મૅચમાં દબાણ વખતે તેમની રમતમાંથી ઘણું શિખ્યો છું.’ IPLમાં શાનદાર સફળતા બાદ બટલરે ટેસ્ટ-ક્રિકેટમાં વાપસી કરી હતી અને પાકિસ્તાન સામે ૧-૧થી ડ્રૉ થયેલી સિરીઝમાં સતત બે હાફ-સેન્ચુરી ફટકારી હતી.

બટલરના ટેસ્ટ-ક્રિકેટમાં સર્વોચ્ચ રન ૮૫ છે જે તેણે ચાર વર્ષ પહેલાં ભારત સામે પહેલી મૅચમાં બનાવ્યા હતા. એજબૅસ્ટનમાં પહેલી ટેસ્ટ-મૅચથી શરૂ થનારી ટેસ્ટ-સિરીઝમાં તે સદી ફટકારવા ઉત્સુક છે. તેણે કહ્યું કે ‘આ મારું લક્ષ્ય છે. હું આ સિદ્ધિ મેળવવાનું પસંદ કરીશ.’

કોહલી IPLમાં મોઇન અલી અને ક્રિસ વૉક્સનો કૅપ્ટન હતો, પરંતુ બટલરનું માનવું છે કે સિરીઝ દરમ્યાન મેદાન પર તમામ પ્રકારની મિત્રતાને ભુલાવવામાં આવશે. તેણે કહ્યું હતું કે ‘તેમની ટીમમાં કેટલાક ખેલાડીઓ છે જેમની સાથે હું રમ્યો છું. તેમની સાથે મારી મિત્રતા છે, પરંતુ મેદાન પર લાગે છે કે એને ભુલાવી દેવામાં આવશે.’

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘છેલ્લાં ચાર વર્ષથી મળેલી સફળતાને કારણે વિરાટ કોહલી માનસિક સ્તરે ઘણો બદલાયો છે. આગામી ટેસ્ટ-સિરીઝમાં તેને શા માટે વિશ્વનો શ્રેષ્ઠ બૅટ્સમૅન ગણવામાં આવે છે એ બ્રિટિશરો સામે સાબિત કરવાનું કોહલીને ગમશે.’

ચાર વર્ષ પહેલાં રમાયેલી સિરીઝમાં કોહલીએ માત્ર ૧૩૪ રન જ કર્યા હતા. શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘ચાર વર્ષનો કોહલીનો રેકૉર્ડ જ જોઈ લો. મારે કંઈ કહેવાની જરૂર જ નથી. ચાર વર્ષમાં તમે માનસિક સ્તરે ઘણા બદલાઈ જાવ છે. ચાર વર્ષ પહેલાં જરૂર તે ખરાબ રમ્યો હશે, પરંતુ હવે તે વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી છે.’

ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ભારતને કોહલી પાસે આશા

વિરાટ કોહલીએ ક્રિકેટ રમતા તમામ દેશોમાં ટેસ્ટ-સિરીઝમાં રન કર્યા છે, પરંતુ ભારતીય કૅપ્ટન અત્યાર સુધી ઇંગ્લૅન્ડમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. ૨૦૧૪માં પોતાની પહેલી ટેસ્ટ-સિરીઝ દરમ્યાન તેણે પાંચ ટેસ્ટમાં માત્ર ૧૩૪ રન જ કર્યા હતા. ભારતીય ટીમ સ્વિંગ બોલરોનો સામનો કરવામાં નિષ્ફળ રહી હતી. મહેન્દ્ર સિંહ ધોની કૅપ્ટન તરીકે આ સિરીઝ ૩-૧થી હારી ગયો હતો. ૨૯ વર્ષનો કોહલી ફરી પાછો ઇંગ્લૅન્ડ જઈ રહ્યો છે. અગાઉ રમાયેલી T૨૦ અને વન-ડે સિરીઝમાં તેણે કુલ છ મૅચોમાં ૩૦૧ રન કર્યા છે, પરંતુ કોહલીને ખબર છે કે બુધવારથી એજબૅસ્ટનમાં શરૂ થતી પહેલી ટેસ્ટ મહત્વની છે.

ભૂતપૂર્વ ટેસ્ટ-કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના મતે આ વખતે કોહલીને કોઈ મુશ્કેલી નહીં પડે. તેણે કહ્યું હતું કે ‘એ વખતે આ તેનો પહેલો પ્રવાસ હતો, પરંતુ ત્યાર બાદ તેણે ઘણા બધા રન કર્યા છે. તેણે ટેસ્ટ-કૅપ્ટન તરીકે પણ ઘણું સારું પ્રદર્શન કર્યું છે એથી તેના પર કોઈ દબાણ નહીં હોય.’

કોહલીને ૨૦૧૪માં જેમ્સ ઍન્ડરસને કુલ ચાર વખત આઉટ કર્યો હતો. કોહલીએ કહ્યું હતું કે ‘હું ઇંગ્લૅન્ડમાં કયા પ્રકારનું પ્રદર્શન કરું છું એની ચિંતા મને નથી, પરંતુ મારી ટીમ સારું પ્રદર્શન કરે એવું ઇચ્છું છું.’ જોકે ઍન્ડરસને આ વાત બદલ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘કોહલી ખોટું બોલી રહ્યો છે, કારણ કે ભારતે જીતવું હોય તો કોહલીનું પ્રદર્શન મહત્વનું છે. વિરાટ અહીં પોતાની ટીમ માટે રન બનાવવા ઉત્સુક છે.’

૨૦૧૪ની ખરાબ યાદોને ભૂલી ચૂક્યો છે વિરાટ : કોચ રાજકુમાર

છેલ્લાં ચાર વર્ષમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું છે અને વિરાટ કોહલી ક્રિકેટ જગતમાં બૅટિંગનો બાદશાહ બની ગયો છે એથી જ તેના બાળપણના કોચ રાજકુમાર શર્માને લાગે છે કે ઇંગ્લૅન્ડ સામે પહેલી ઑગસ્ટથી શરૂ થનારી પાંચ  ટેસ્ટ-મૅચોની સિરીઝમાં ભારતીય કૅપ્ટનને રોકવો મુશ્કેલ જ નહીં, પરંતુ અશક્ય છે. કોચે કહ્યું હતું કે ‘લોકોને એવું લાગે છે કે વિરાટને કંઈક સાબિત કરવાનું છે, પરંતુ હવે વિરાટને કંઈ સાબિત કરવાનું નથી. આ ચાર વર્ષ જૂની ઘટના છે અને કોહલી એને ભૂલી ગયો છે ત્યાર બાદ તેણે ઘણું બધું મેળવ્યું છે.’

ઇંગ્લૅન્ડના એ પ્રવાસ બાદ કોહલીએ દુનિયાભરમાં સારું બૅટિંગ કર્યું છે. તેણે ભારત ઉપરાંત ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકામાં પણ સદી ફટકારી છે. ઇંગ્લૅન્ડના પ્રવાસ બાદ કોહલીએ જે ૩૭ ટેસ્ટ-મૅચો રમી છે જેમાં તેણે ૬૪.૮૯ની ઍવરેજથી ૩૬૯૯ રન બનાવ્યા છે.’ 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK