જીતવું તો દૂર, સેન્ચુરી પણ નહીં ફટકારી શકે કોહલી : પૅટ કમિન્સ

ઇંગ્લૅન્ડના પ્રવાસ બાદ ભારતીય ટીમ નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયાના ટૂર પર જશે

cummins

હાલમાં મિશન ઇંગ્લૅન્ડ પર ગયેલી ભારતીય ટીમની ત્યાર બાદ નવેમ્બર મહિનામાં ઑસ્ટ્રેલિયા સામે ટક્કર થશે. તાજેતરમાં ઇંગ્લૅન્ડમાં ખરાબ રીતે હારી ગયેલી ઑસ્ટ્રેલિયાની ટીમ સ્ટીવન સ્મિથ અને ડેવિડ વૉર્નરની ગેરહાજરીને કારણે ઘણી નબળી પડી ગઈ છે. ટિમ પેઇનના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયાની ટીમની હાલત ઘણી ખરાબ છે એવી પરિસ્થિતિમાં વિરાટ કોહલી પાસે સારી તક છે ઑસ્ટ્રેલિયાને એના જ ઘરઆંગણે હરાવીને ઇતિહાસ રચવાની, પરંતુ વિરાટ-બ્રિગેડ માટે આ કામ એટલું સરળ નહીં હોય. છેલ્લા પ્રવાસમાં વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયાના બોલરો સામે શાનદાર બૅટિંગ કરી હતી. મિચલ જૉન્સનથી મિચલ સ્ટાર્ક કોહલી સામે સંઘર્ષ કરતા નજરે પડ્યા હતા.

ટીમના ખરાબ પ્રદર્શન બાદ પણ ઑસ્ટ્રેલિયાના બોલરોનો આત્મવિશ્વાસ ઓછો નથી થયો. તાજેતરમાં જ ટીમના ફાસ્ટ બોલર પૅટ કમિન્સે સિડનીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘ભારતીય ટીમ સામેની ટક્કરને હજી ઘણો સમય છે, પરંતુ બૅટ્સમેનોને લઈને હમણાંથી જ રણનીતિ બનાવવાનું શરૂ કર્યું છે. હું કોહલીને અહીં સદી પણ નહીં ફટકારવા દઉ. અમે તેમને અહીં જીતવા નહીં દઈએ.’ કોહલી ઑસ્ટ્રેલિયા સામે અત્યાર સુધી આઠ ટેસ્ટ રમ્યો છે જેમાં તેણે ૬૨ની ઍવરેજથી રન કર્યા છે જે તેની કરીઅરના ઍવરેજે ૫૩.૪૦ કરતાં પણ વધારે છે.

આ કાર્યક્રમમાં હાજર ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર ગ્લેન મૅકગ્રાએ કહ્યું હતું કે ‘પાંચ ટેસ્ટ મૅચોની સિરીઝમાં ઑસ્ટ્રેલિયા ભારતને ૪-૦થી હરાવશે તેમ જ ટીમે વિરાટ કોહલીને જ ટાર્ગેટ બનાવવો જોઈએ, કારણ કે જો ટીમનો કૅપ્ટન અથવા તો સ્ટાર ખેલાડીને ટાર્ગેટ બનાવવામાં આવે તો એની અસર સમગ્ર ટીમ પર પડે છે.’ ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયામાં બારમી વખત ટેસ્ટ-સિરીઝ રમશે, પરંતુ એક પણ વખત જીતી શક્યું નથી. ૧૯૮૧, ૧૯૮૫ અને ૨૦૦૩માં ભારત ટેસ્ટ-સિરીઝ ડ્રૉ કરવામાં જરૂર સફળ થયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy