વિરાટ કોહલી અને જો રૂટમાં કોણ છે નંબર વન?

આવતી કાલથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બર્મિંગહૅમમાં પહેલી ટેસ્ટ-મૅચ શરૂ થશે.

joe

બન્ને ટીમનો પર્ફોર્મન્સ એના કૅપ્ટન પર નિર્ભર કરે છે. એક તરફ વિરાટ કોહલી છે તો બીજી તરફ જો રૂટ. એકનું બૅટ ઇંગ્લૅન્ડમાં ‘ખામોશ’ રહ્યું છે જ્યારે બીજો ભારત સહિત અન્ય દેશો સામે સારું પર્ફોર્મ કરી રહ્યો છે.

જો રૂટની વાત કરીએ તો ૨૦૧૬-’૧૭માં રમાયેલી સિરીઝમાં ઇંગ્લૅન્ડના બધા બૅટ્સમેન અશ્વિન અને જાડેજા સામે નિષ્ફળ રહ્યા ત્યારે ફક્ત રૂટ સારું રમી રહ્યો હતો. તેણે પાંચ ટેસ્ટમાં ૫૪.૪૯ની ઍવરેજથી ૪૯૧ રન એક સેન્ચુરી અને ૪ હાફ-સેન્ચુરીની મદદથી બનાવ્યા હતા. ૨૦૧૨માં નાગપુરમાં ભારત સામે ટેસ્ટ-ડેબ્યુ કરનાર જો રૂટે ઍલસ્ટર કુકને ઈજા થતાં બહુ ઓછા સમયમાં ટીમમાં કૅપ્ટન્સી સંભાળી લીધી હતી. તેણે ગયા વર્ષે સાઉથ આફ્રિકા સામે ૨૩૪ બૉલમાં મૅચવિનિંગ ૧૯૦ રન બનાવ્યા હતા.

બીજી તરફ હાલમાં રમાયેલી વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીનો પર્ફોર્મન્સ ભારતની ટીમમાં સૌથી સારો રહ્યો છે. ત્રણ મૅચની સિરીઝમાં જો રૂટ પછી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે ત્રણ મૅચમાં બે હાફ-સેન્ચુરીની મદદથી ૧૯૧ રન બનાવ્યા છે. ઇંગ્લૅન્ડમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ-સિરીઝમાં વિરાટ નિષ્ફળ રહ્યો હતો, તેણે ૧૦ ટેસ્ટ-ઇનિંગ્સમાં ૧૩.૪૦ની ઍવરેજથી ફક્ત ૧૩૪ રન બનાવ્યા હતા. ભારત આ સિરીઝ ૧-૩થી હારી ગયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK