ટેસ્ટ-રૅન્કિંગમાં ફરીથી ટોચનો બૅટ્સમૅન બન્યો વિરાટ કોહલી

નોટિંગહૅમ ટેસ્ટમાં શાનદાર ૨૦૩ રનના વિજય પછી કૅપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ-રૅન્કિંગમાં પણ નંબર વન બૅટ્સમૅન બની ગયો છે અને વન-ડેમાં પણ હાલનો નંબર વન બૅટ્સમૅન છે.

kohli

નોટિંગહૅમ ટેસ્ટમાં તેણે બન્ને ઇનિંગ્સમાં ૯૭ અને ૧૦૩નો સ્કોર બનાવીને ૯૩૭ રેટિંગ પૉઇન્ટ્સ મેળવ્યા છે અને સ્ટીવન સ્મિથને પછાડીને નંબર વનનું સિંહાસન ફરીથી મેળવ્યું હતું. સિરીઝમાં તેના ૪૪૦ રન પણ બન્ને ટીમમાં હાઇએસ્ટ છે. હવે તે ઑલ-ટાઇમ ટૉપ-ટેન રૅન્કિંગમાં પ્રવેશવા માટે ફક્ત એક પૉઇન્ટ દૂર છે. ટૉપ પર ડૉન બ્રૅડમૅન ૯૬૧ પૉઇન્ટ્સ, સ્ટીવન સ્મિથ ૯૪૭, લેન હટન ૯૪૫, જેક હોબ્સ અને રિકી પૉન્ટિંગ ૯૪૨, પીટર મે ૯૪૧ અને ગેરી સોબર્સ, ક્લાઇવ વોલકોટ, વિવિયન રિચર્ડ્સ, કુમાર સંગકારા ૯૩૮ પૉઇન્ટ્સ મેળવી ચૂક્યા છે.

નોટિંગહૅમ ટેસ્ટમાં ભારતે ઇંગ્લૅન્ડે ૨૦૩ રનથી પછાડ્યું હતું. ભારતે ૧૯૩૨થી ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ રમવાનું શરૂ કર્યું હતું. ૮૬ વર્ષમાં ભારતનો ઇંગ્લૅન્ડની ધરતી પર આ સાતમો ટેસ્ટવિજય હતો. ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી ૧૨૦ ટેસ્ટમાં ૨૬મો વિજય હતો, જ્યારે ઇંગ્લૅન્ડે ૪૫ વિજય મેળવ્યા છે. ભારતની ધરતી પર ઇંગ્લૅન્ડ સામે ૧૯-૧૩થી આગળ છે અને ૨૦૧૬માં ભારતે ક્રિકેટના જન્મદાતા ઇંગ્લૅન્ડને ૪-૦થી કચડી નાખ્યું હતું. ત્રીજી ટેસ્ટમાં ભારતનો ૨૦૩ રનથી વિજય ઇંગ્લૅન્ડની ધરતી પર બીજો સૌથી મોટો વિજય હતો. ચોથી ટેસ્ટ ૩૦ ઑગસ્ટથી સધમ્પ્ટનમાં રમાશે.    

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK