કોહલી છે બેસ્ટ

ધોનીએ વિરાટની પ્રશંસા કરીને કહ્યું કે તે લેજન્ડ બનવાની ઘણો નજીક છે  

 kohli

વિરાટ કોહલીને યુવા બૅટ્સમૅનથી પરિપક્વ બૅટ્સમૅન બનવાના પ્રવાસને સૌથી નજીકથી જોનારા વર્લ્ડ કપ વિનિંગ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલે મુંબઈના બાન્દરામાં મીડિયાને કહ્યું કે વર્તમાન કૅપ્ટને છેલ્લાં ઘણાં વષોર્માં જે લાજવાબ પ્રદર્શન કર્યું છે એ જોતાં કોહલી મહાનબનવાને ઘણો નજીક પહોંચી ગયો છે. ધોનીએ ગઈ કાલે બાન્દરામાં આવેલી તાજ લૅન્ડ્સ ઍન્ડ હોટેલમાં રન એડમનામની ઍપ લૉન્ચના કાર્યક્રમમાં કહ્યું કે કોહલી શ્રેષ્ઠ છે અને અત્યારથી એવા મુકામ પર પહોંચી ગયો છે જ્યાં તે મહાનબનવા માટે નજીક છે એટલે મને તેના માટે ઘણો આનંદ છે અને જે રીતે તે વિદેશમાં સારું પર્ફોર્મ કરી રહ્યો છે એ કાબિલેદાદ છે.

 dhoni


કોહલીએ ધોનીની કૅપ્ટન્સી હેઠળ બરાબર ૧૦ વર્ષ પહેલાં ઑગસ્ટ ૨૦૦૮માં શ્રીલંકામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો પ્રારંભ ક્ર્યો હતો. ૨૦૧૪ની ઇંગ્લૅન્ડમાં રમાયેલી ટેસ્ટ-સિરીઝમાં તે એકેય હાફ-સેન્ચુરી પણ નહોતો મારી શક્યો, પણ ગયા અઠવાડિયે રમાયેલી બર્મિંગહૅમ ટેસ્ટમાં શાનદાર ૧૪૯ અને ૫૧ રન બનાવ્યા હતા. ધોનીએ કહ્યુ કે મને આનંદ છે કે તે ટીમને આગળ લઈ જઈ રહ્યો છે અને એક લીડર પાસેથી આ જ આશા રાખી શકાય અને એટલે તેને મારી બેસ્ટ વિશિસ.ધોનીએ તેના ક્રિકેટના ભવિષ્યની વિશે કહ્યું કે ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી વન-ડે પૂરી થયા પછી મેં અમ્પાયર પાસેથી બૉલ એટલા માટે લીધો હતો, કારણ કે હું જોવા માગતો હતો કે અમે પૂરતો રિવર્સ સ્વિંગ કેમ ન કરી શક્યા. આવતા વર્ષે અમે અહીં વર્લ્ડ કપ રમવાના છીએ અને અમારે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે બીજી ટીમોની જેમ અમને પણ પૂરતી રિવર્સ સ્વિંગ મળે. મૅચ પૂરી થયા બાદ બૉલ ICC માટે અનુપયોગી બની જાય છે એટલે મેં અમ્પાયરને પુછ્યુ  કે શું હું બૉલ લઈ જઈ શકું અને બોલિંગ કોચને આપી દીધો.તેણે હાલમાં ચાલી રહેલી ટેસ્ટ-સિરીઝ કેવી રીતે જીતવી એના જવાબમાં કહ્યું કે હું તમને એક વાત કહું, ટેસ્ટ-મૅચ જીતવા માટે હરીફ ટીમની ૨૦ વિકેટ લેવી જરૂરી છે અને આપણે એ જ કર્યું, એટલે હું તમને એટલો જ જવાબ આપી શકીશ કે એવું જરૂરી નથી કે તમે કેટલી સારી બૅટિંગ કરી અથવા પાંચ દિવસ સારા વિતાવ્યા, પણ તમે ૨૦ વિકેટ લઈને ટેસ્ટ-મૅચ જીતી શકો છે.

Comments (1)Add Comment
...
written by Terri, August 08, 2018
The similar achievements in this sport proved to be effective for the player. The users can visit the website [url=english writer here][url=http://essay-writer.org/]english writer here for editing any information.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK