ચાર વર્ષમાં પહેલીવાર કોહલીએ તોડી પરંપરા

ટીમ ઈન્ડિયામાં હંમેશા ચેન્જ કરનાર કેપ્ટન કોહલીએ ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં કોઈ પરિવર્તન નથી કર્યું

KOHLI


ત્રીજા ટેસ્ટમાં જે પ્લેઈંગ ઈલેવન હતી, આ વખતે પણ મેદાન પર એ જ ટીમ છે. એટલે કે કોઈ ખેલાડી ડ્રોપ નથી થયો. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં આ પહેલી વખત છે, જ્યારે તેમણે સતત બે ટેસ્ટમાં એક જ સરખી ટીમ રાખી છે.  વિરાટ કોહલીએ 2014માં ભારતીય ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી. ત્યારથી તે કેપ્ટન તરીકે 38 મેચ રમ્યા છે. અને દરેક મેચમાં ટીમ બદલાઈ હતી. પરંતુ 39મી મેચમાં કોહલીએ આ પરંપરા તોડી છે. અને ચોથી ટેસ્ટ માટે કોઈ પરિવર્તન નથી કર્યું.

વારંવાર ટીમ બદલવાને લઈ કોહલી પર સવાલ પણ ઉઠી ચૂક્યા છે. ત્રીજી ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં પણ કોહલીને આ સવાલ પૂછાયો. ત્યારે વિરાટ કોહલીએ કહ્યું હતું અમારી પ્રાથમિક્તા મેચ જીતવાની છે. તેના માટે કોઈ ખેલાડીની કરિયર બગડે તો બગડે. આ એક વિચિત્ર વાત હોઈ શકે છે. પરંતુ અમારે ફક્ત જીત જોઈએ છે. વિરાટ કોહલીએ પોતાના ટીમમેટ્સને સપોર્ટ કરતા કહ્યું હતું કે ડ્રોપ કરવાથી કોઈ ખેલાડીની કરિયર બગડતી હોય તેવું મને નથી લાગતું. હું ક્યારેય એવું નથી વિચારતો કે મારા સાથી ખેલાડીની કરિયર બગડે. હું બસ બેસ્ટ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરવા ઈચ્છું છું. જો કે ત્રીજી ટેસ્ટ જીત્યા બાદ કોહલીને પોતાની ટીમ વિશ્વાસ આવ્યો હોય તેમ ચોથી ટેસ્ટમાં ટીમ બદલવામાં નથી આવી.

ભારતની પ્લેઈંગ ઈલેવન


શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન


એલિસ્ટર કૂક, કિટન જેનિંગ્સ, જો રૂટ, જ઼ૉની બેરિસ્ટો, બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટ કીપર), મોઈન અલી, સેમ કરન, આદિલ રાશિદ, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK