દર્શકોએ બોલાવ્યો ધોનીનો હુરિયો

લૉર્ડ્સની વન-ડેમાં ૫૮ બૉલમાં ૩૭ રન કરનારા ભૂતપૂર્વ કૅપ્ટન અને વિકેટકીપરની પ્રેક્ષકોએ મજાક ઉડાવી અને સોશ્યલ મીડિયામાં પણ કરાઈ ટીકા, જો રૂટે વ્યક્ત કર્યું આશ્ચર્ય

્પદલગ

મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લૅન્ડ સામેની ત્રણ વન-ડે મૅચોની સિરીઝની બીજી મૅચમાં એક તરફ ૧૦,૦૦૦ રનના આંકને પાર કર્યો હતો તો બીજી તરફ ભારતની ૮૬ રનની હાર દરમ્યાન ધોનીની ધીમી બૅટિંગ માટે ભારતીય સમર્થકોના હુરિયાનો પણ સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લૅન્ડના ૩૨૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારત ૫૦ ઓવરમાં ૨૩૬ રન જ બનાવી શક્યું હતું. દરમ્યાન ૫૮ બૉલમાં ૩૭ રનની ઇનિંગ્સ રમવા માટે ધોનીની ટીકા થઈ હતી. ઇંગ્લૅન્ડના જો રૂટને પણ આ વાતનું આર્ય થયું હતું. જોકે ભારતના યુઝવેન્દ્ર ચહલે કહ્યું હતું કે મને હુરિયાની ઘટનાની જાણકારી નથી. તો કૅપ્ટન વિરાટ કોહલીએ ધોનીની ધીમી ઇનિંગ્સનો બચાવ કર્યો હતો.

ખૂટી દર્શકોની ધીરજ

ઇનિંગ્સની છેતાળીસમી ઓવરની શરૂઆતમાં જ્યારે ભારતની હાર લગભગ નક્કી હતી કારણ કે ટીમને ૩૦ બૉલમાં ૧૧૦ રનની જરૂર હતી ત્યારે ડેવિડ વિલીની ઓવરમાં ધોની પહેલા ચાર બૉલમાં રન બનાવવામાં નિષ્ફળ રહ્યો ત્યારે દર્શકોની ધીરજ ખૂટી ગઈ હતી. ત્યાર બાદ દરેક ડૉટ બૉલ પર હુરિયો બોલવવામાં આવ્યો હતો. આ ઓવર પૂરી થતાં જ શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલ એનર્જી ડ્રિન્ક અને બીજી બૅટ લઈને આવ્યા હતા જેના પર કૉમેન્ટેટરોએ કહ્યું હતું કે આ ધોનીને રનરેટ વધારવા માટેનો મેસેજ છે, પરંતુ ત્યાર બાદની પહેલી જ ઓવરમાં ધોની કૅચ-આઉટ થયો હતો.

રેકૉર્ડ માટે રમ્યો ધોની?

સોશ્યલ મીડિયામાં ધોનીની ટીકા કરતાં એક યુઝરે લખ્યું હતું કે ‘આ ખૂબ જ નિરાશાજનક છે. ધોની પોતાના રેકૉર્ડ માટે જ રમ્યો.’ તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે ‘હું ધોનીનો બહુ જ મોટો ફૅન છું, પરંતુ તે ઘણું જ ધીમું રમ્યો. IPL બાદ મને તેની પાસેથી ઘણી બધી આશા હતી.’ અન્ય એક યુઝરે લખ્યું હતું કે ‘આ ઇનિંગ્સ બતાવે છે કે ધોની અને સુરૈશ રૈના જેવા ખેલાડીઓની કરીઅરનો અંત આવી ગયો છે.’ 

કોહલીએ કર્યો બચાવ

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને જ્યારે ધોનીની ઇનિંગ્સ વિશે સવાલ કર્યો તો વિરાટ કોહલીએ મૅચ બાદ કહ્યું હતું કે ‘આ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો બહુ ઝડપથી કોઈ નિર્ણય પર પહોંચી જાય છે. જ્યારે તે સારું રમે છે તો લોકો તેને વિશ્વનો બેસ્ટ ફિનિશર ગણે છે, પરંતુ જ્યારે તે સારું નથી રમતો તો તેની ટીકા કરવામાં આવે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK