કોહલીએ ફટકારી કરીઅરની બાવીસમી સેન્ચુરી

ઇંગ્લૅન્ડના બોલરો સામે લડત આપતાં ભારતીય કૅપ્ટને ફટકારી કરીઅરની બાવીસમી સેન્ચુરી : ટીકાકારોની બોલતી કરી બંધ: ઇંગ્લૅન્ડના ૨૮૭ રનના જવાબમાં ભારતે કર્યા ૨૭૪ રન

kohli

વિરાટ કોહલીએ શાનદાર કૅપ્ટન્સ ઇનિંગ્સનું પ્રદર્શન કરતાં પહેલી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડને લડત આપતા ૨૨૫ બૉલમાં ૧૪૯ રન કર્યા હતા. ફાસ્ટ બોલર સૅમ કરૅનની વેધક બોલિંગને કારણે ગઈ કાલે ભારતે બર્મિંગહૅમમાં રમાતી પહેલી ટેસ્ટના બીજા દિવસે ૭૬ ઓવરમાં ૨૭૪ રન કર્યા હતા. કોહલીએ ઇંગ્લૅન્ડમાં કરેલા સર્વોચ્ચ ૪૧ રનના સ્કોરને પણ ગઈ કાલે આંબ્યો હતો તેમ જ ઇંગ્લૅન્ડ સામે ઇંગ્લૅન્ડમાં પહેલી સદી ફટકારી હતી જે કોહલીની ટેસ્ટ-કરીઅરની બાવીસમી સેન્ચુરી હતી. આ સદી સાથે જ તેણે ઇંગ્લૅન્ડમાં કોહલી રન નથી કરી શકતો એવી ટીકા કરનારાઓને પણ જવાબ આપ્યો હતો. જોકે કોહલીને બે જીવતદાન પણ મળ્યાં હતાં.

કોહલીએ ૧૧૩ ઇનિંગ્સમાં બાવીસ સદી ફટકારી હતી. આ મામલે તે સુનીલ ગાવસકર (૧૦૧) સ્ટીવન સ્મિથ (૧૦૮)  બાદ ત્રીજા ક્રમાંક પર છે. સચિન તેન્ડુલકરે ૧૧૪ ઇનિંગ્સમાં તો મોહમ્મદ યુસુફે ૧૨૧ ઇનિંગ્સમાં આટલી સદી ફટકારી છે. કૅપ્ટન તરીકે વિરાટ કોહલીની આ પંદરમી સેન્ચુરી છે.

ગઈ કાલે ઇંગ્લૅન્ડની ટીમ ૨૮૭ રનમાં ઑલઆઉટ થઈ હતી. ત્યાર બાદ મજબૂત ગણાતી ભારતીય બૅટિંગ લાઇન-અપ વિદેશમાં ફરી એક વાર નિષ્ફળ ગઈ હતી. ફાસ્ટ બોલર સૅમ કરૅન, બેન સ્ટોક્સ અને જેમ્સ ઍન્ડરસને ભારતીય ટીમની હાલત બગાડી હતી.

ઇંગ્લૅન્ડના બોલર સૅમ કરૅને ત્રણ ઝડપી વિકેટ લઈને ભારતની હાલત બગાડી હતી જેમાં મુરલી વિજય (૨૦), શિખર ધવન (૨૬) અને લોકેશ રાહુલ (૪)ની વિકેટનો સમાવેશ થતો હતો. ત્યાર બાદ કોહલીએ રહાણે સાથે પાર્ટનરશિપ કરીને ભારતીય ટીમના સ્કોરને ૧૦૦ રન સુધી પહોંચાડ્યો હતો ત્યારે બેન સ્ટોક્સે ઝડપી બે વિકેટ લઈને સ્કોરને પાંચ વિકેટે ૧૦૦ રન કર્યો હતો. હાર્દિક પંડ્યાએ (૨૨) કોહલીને સાથ આપતાં બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૪૮ રનની પાર્ટનરશિપ કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK