ત્રીજી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ જીત્યું ટોસ, કરશે બોલિંગ, રિષભ પંતનો ડેબ્યુ

કાર્તિકને બદલે પંતને મળશે ચાન્સ: શિખર ધવનની થઈ શકે વાપસી

TEST



પાંચ ટેસ્ટ-મૅચોની પટૌડી ટ્રોફીની આજથી ટ્રેન્ટ બ્રિજમાં શરૂ થતી ત્રીજી ટેસ્ટ-મૅચમાં ટીમ ઇન્ડિયા લૉર્ડ્સ ટેસ્ટમાં કરેલી ભૂલોને સુધારીને મૅચ જીતવાનો પ્રયત્ન કરશે, કારણ કે આ ટેસ્ટ કરો યા મરો જેવી છે. જો આ ટેસ્ટ ડ્રૉ થઈ અથવા ટીમ ઇન્ડિયાનો પરાજય થાય તો ૧૧ વર્ષ પછી ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-સિરીઝ જીતવાનો મોકો નહીં મળે. પહેલી બે ટેસ્ટમાં બૅટિંગના ધબડકાને કારણે ટીમ ઇન્ડિયા ૦-૨થી પાછળ છે. બર્મિંગહૅમ ટેસ્ટમાં ભારત ૧૯૪નો ટાર્ગેટ ચેઝ ન કરી શકતાં ૩૧ રને હાર્યુ હતું જ્યારે લૉર્ડ્સ ટેસ્ટમાં ભારતના બૅટ્સમેનો ૧૦૭ અને ૧૩૦ જેવા સાધારણ સ્કોર પર ઑલઆઉટ થઇ જતાં આ ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને ૧૫૯ રનથી પરાજય મYયો હતો.

દરેક ટેસ્ટ-ટીમમાં ફેરફારનો રેકૉર્ડ

લૉર્ડ્સ ટેસ્ટ પછી કૅપ્ટન વિરાટ કોહલીએ કબૂલ કર્યું હતું કે આ ટેસ્ટ માટે ટીમ-કૉમ્બિનેશન બરાબર નહોતું, કૅપ્ટન અને કોચ રવિ શાસ્ત્રી ત્રીજી ટેસ્ટ માટે પર્ફેક્ટ કૉમ્બિનેશન બેસાડવાનો પ્રયત્ન કરશે. ભારત આજે વિરાટ કોહલીની કૅપ્ટન્સી હેઠળ ૩૮મી ટેસ્ટ રમશે અને એમાં ૩૮મી વખત ટીમમાં ફેરફાર કરવો પડશે.

સૌથી અગત્યના ચેન્જની આતુરતાથી રાહ જોવાઈ રહી છે એ છે ૨૦ વર્ષના વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતના ટેસ્ટ-ડેબ્યુની. ૨૦૦૭ની સિરીઝની વિજય ટીમનો સભ્ય દિનેશ કાર્તિક હાલની સિરીઝમાં અસફળ રહ્યો છે. દિનેશ કાર્તિકના સ્કોર ૦, ૨૦, ૧ અને ૦ રન છે. ગુરુવારે રિષભ પંતે જોરદાર નેટ-પ્રૅક્ટિસ કરી હતી. તેણે પહેલાં વિકેટકીપિંગ અને પછી બૅટિંગની પ્રૅક્ટિસ કરી હતી. નેટમાં દિનેશ કાર્તિક જોવા મળ્યો નહોતો એથી એવો અંદાજ છે કે રિષભ પંતને ટેસ્ટમાં રમવાનો ચાન્સ મળશે.

બુમરાહ, અશ્વિન અને પંડ્યા ફિટ

લૉર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા માત્ર છ સેશન્સમાં પરાજિત થઈ એથી લગભગ દરેક પ્લેયર પોતાની ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યો છે. ભારત માટે સારા ન્યુઝ એ છે કે જસપ્રીત બુમરાહ ફિટ થઈ ગયો છે જ્યારે રવિચન્દ્રન અશ્વિન અને હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે સાજા થઈ ચૂક્યા છે. વિરાટ કોહલી કમરની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. કોહલીએ પ્રૅક્ટિસ પહેલાં કેટલીક દવાઓ લીધી હતી અને વૉર્મ-અપમાં ભાગ લીધો નહોતો, જોકે તેને બૅટિંગ કરતી વખતે મુશ્કેલી પડી રહી હતી.

મુરલી વિજય આઉટ થશે

મુરલી વિજયે આ વર્ષે વિદેશમાં રમેલી ૧૦ ટેસ્ટ-ઇનિંગ્સમાં ૧૨.૮ની મામૂલી ઍવરેજથી ફક્ત ૧૨૮ રન બનાવ્યા છે અને લૉર્ડ્સ ટેસ્ટમાં તે બન્ને ઇનિંગ્સમાં ઝીરો પર આઉટ થઈ ગયો હતો. નિર્ણાયક ટેસ્ટમાં મુરલી વિજય જેવા ટેસ્ટ સ્પેશ્યલિસ્ટ બૅટ્સમૅનને ટીમ-મૅનેજમેન્ટ વધુ એક મોકો આપે એવી શક્યતા ઓછી છે. બીજો ઓપનર શિખર ધવન પણ ટીમમાં આવવા માટે દાવેદાર છે જેની ઍવરેજ આ વર્ષે સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડમાં રમેલી બે ટેસ્ટમાં ૧૭.૭૫ છે. તેની ઇંગ્લૅન્ડમાં ઍવરેજ ૪ ટેસ્ટમાં ૨૦.૧૨ છે. જોકે તેનો સ્ટ્રાઇક રેટ ઉપરની બન્ને ઇનિંગ્સમાં ક્રમશ: ૬૮.૯૩ અને ૫૭.૨૯ છે. આમ આ સિરીઝમાં સતત ત્રીજી અલગ ઓપનિંગ જોડી શિખર ધïવન અને લોકેશ રાહુલના રૂપમાં રમે એવી પૂરેપૂરી શક્યતા છે. મિડલ ઑર્ડરમાં ફેરફાર થવાની શક્યતા નથી, કારણ કે કોહલીએ ફિટનેસ મેળવી લીધી છે. ચેન્નઈ ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર કરુણ નાયરે સતત ત્રીજી ટેસ્ટ પહેલાં પ્રૅક્ટિસ-સેશનમાં ઍક્ટિવ ભાગ લીધો નહોતો અને સીમ કન્ડિશન્સમાં એક્સ્ટ્રા બૅટ્સમૅનને રમાડવાનું રિસ્ક ન લઈ શકાય.

ભારતની બોલિંગ સ્ટ્રૅટેજી

ટીમ-મૅનેજમેન્ટ કુલદીપ યાદવના સ્થાને જસપ્રીત બુમરાહને ટીમમાં સામેલ કરી શકે છે. ઉમેશ યાદવની પણ બાદબાકી શક્ય છે. ઇશાન્ત શર્મા, મોહમ્મદ શમી, અશ્વિન અને હાર્દિક પંડ્યાની સાથે ટીમ ઊતરે એવી શક્યતા છે.

ટ્રેન્ટ બ્રિજ મેદાનમાં ભારતની એક જીત

ટ્રેન્ટ બ્રિજ મેદાનમાં ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે ૬ ટેસ્ટ-મૅચો રમાઈ છે જેમાં ભારત માત્ર એક ટેસ્ટ જીત્યું છે. ૨૦૦૭ના જુલાઈમાં રાહુલ દ્રવિડની કૅપ્ટન્સીમાં ભારત મૅચ જીત્યું હતું. ઇંગ્લૅન્ડ બે ટેસ્ટ જીત્યું છે જ્યારે ૩ મૅચ ડ્રૉ રહી છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK