T20ના ફૅન્સ માટે ખરાબ સમાચાર ૨૦૧૮માં નહીં રમાય T20 વર્લ્ડ કપ

મોટા ભાગના દેશો દ્વિપક્ષીય સિરીઝમાં વ્યસ્ત હોવાનું અપાયું કારણ, વર્ષ ૨૦૨૦માં ઑસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકામાં રમાય એવી શક્યતા
T20 વર્લ્ડ કપ ચૅમ્પિયનશિપની સાતમી ટુર્નામેન્ટને રદ કરવાની તૈયારી લગભગ પૂરી થઈ ગઈ છે અને હવે એને ૨૦૨૦માં આયોજિત કરવામાં આવશે, કારણ કે ૨૦૧૮માં મોટા ભાગના સભ્ય દેશો દ્વિપક્ષીય ટુર્નામેન્ટમાં વ્યસ્ત છે. ICCના ટોચના અધિકારીએ જણાવ્યા પ્રમાણે T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટનું આયોજન ૨૦૨૦માં જ થશે. જોકે એ ક્યાં રમાશે એ સ્થળ હજી નક્કી કરવામાં નથી આવ્યું. સૂત્રએ જણાવ્યા પ્રમાણે ૨૦૨૦માં આ ટુર્નામેન્ટ રમાશે અને એ સાઉથ આફ્રિકા અથવા ઑસ્ટ્રેલિયામાં યોજાઈ શકે છે. દ્વિપક્ષીય સિરીઝ ઉપરાંત અન્ય કારણ એ છે કે ઘણી ICC ટુર્નામેન્ટ હોવાને લીધે સભ્યદેશોના મતે એમને પણ સમયની જરૂર છે.

અત્યાર સુધી સાઉથ આફ્રિકા (૨૦૦૭), ઇંગ્લૅન્ડ (૨૦૦૯), વેસ્ટ ઇન્ડીઝ (૨૦૧૦), શ્રીલંકા (૨૦૧૨), બંગલા દેશ (૨૦૧૪) અને ભારત (૨૦૧૬)માં T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. સાથે જ દ્વિપક્ષીય સિરીઝથી તમામ દેશોને કમાણી થાય છે જેનો મોટો ભાગ બ્રૉડકાસ્ટિંગ રાઇટ્સથી થયો છે. ખાસ કરીને જ્યારે ભારત કોઈ દેશનો પ્રવાસ ખેડે છે તો યજમાન બોર્ડ ટીવી બ્રૉડકાસ્ટિંગ રાઇટ્સથી લાખો ડૉલરની કમાણી કરે છે. એવું પૂછવામાં આવ્યું કે શું T20 વર્લ્ડ કપનું આયોજન ન થવું ICC માટે ઝટકો હશે ત્યારે અધિકારીએ કહ્યું હતું કે ‘બિલકુલ નહીં. ઘણી બધી T20 લીગ છે અને સમર્થકો માટે ઘણીબધી ક્રિકેટ ટુર્નામેન્ટ છે. ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે ઘણોબધો સમય પ્રવાસમાં રહેવાની છે જેની શરૂઆત સાઉથ આફ્રિકાથી થશે. ત્યાર બાદ ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા પણ જશે. અત્યારે ૨૦૨૧માં ચૅમ્પિયન્સ ટ્રોફીની ટુર્નામેન્ટનું ભારતમાં આયોજન કરવાનો કાર્યક્રમ છે.’

આજથી દુબઈમાં શરૂ થનારા ICCના વાર્ષિક સંમેલનમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ પર પણ ચર્ચા થઈ શકે છે. ICC લાંબા સમયથી તમામ ફૉર્મેટમાં ઓછામાં ઓછી એક વૈશ્વિક ટુર્નામેન્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy