ભારતીય યુવા ફાસ્ટ બોલરો પ્રભાવ પાડવામાં નિષ્ફળ

ભારતે પાંચ વિકેટે કરેલા ૧૭૪ રનના જવાબમાં શ્રીલંકાના કુસાલ પરેરાની હાફ સેન્ચુરીને કારણે જીતી લીધી મૅચ, ધવને ફટકાર્યા શાનદાર ૯૦ રન

kusalk

ગઈ કાલે રમાયેલી T૨૦ ટ્રાયેન્ગ્યુલર સિરીઝની પહેલી મૅચમાં શ્રીલંકાએ ૧૮.૩ ઓવરમાં  લક્ષ્યાંકને આંબી ભારતને પાંચ વિકેટથી હરાવ્યું હતું. ભારતને T૨૦માં પોતાના અનુભવી ફાસ્ટ બોલરોની ખોટ પડી હતી. ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને બદલે ટીમમાં સ્થાન પામેલા જયદેવ ઉનડકટ અને શાર્દૂલ ઠાકુર સારો દેખાવ કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા. કુસાલ પરેરાએ ૩૭ બૉલમાં શાનદાર ૬૬ રન ફટકાર્યા હતા. ઉનડકટે અઢારમી ઓવરમાં કુલ ૧૬ રન આપ્યા હતા તો શાર્દૂલ ઠાકુરે ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં ૨૭ રન આપ્યા હતા.

શિખર ધવનનું ફૉર્મ લિમિટેડ ઓવરમાં યથાવત્ રહ્યું છે. તેણે ૪૯ બૉલમાં ફટકારેલા ૯૦ રનને કારણે ભારત ખરાબ શરૂઆત છતાં શ્રીલંકા સામેની પહેલી મૅચમાં ૪ વિકેટે ૧૭૪ રનનો પડકારજનક સ્કોર કરવામાં સફળ રહ્યું હતું. કૅપ્ટન રોહિત શર્મા ઝીરો અને સુરેશ રૈના ૧ રને આઉટ થયા બાદ ધવને ૬ ચોગ્ગા અને એટલી જ સિકસરની મદદથી ૯૦ રન કર્યા હતા. રોહિત ઇનિંગ્સના ચોથા બૉલમાં જ આઉટ થયો હતો. ત્યાર બાદ રૈના પણ આઉટ થયો હતો. જોકે ધવને મનીષ પાંડે (૩૭) સાથે ૯૫ રનની પાર્ટનરશિપ કરી હતી. આ મૅચમાં ભારતીય ટીમમાં વિજય શંકરે ડેબ્યુ કર્યું હતું. તેને કોચ રવિ શાસ્ત્રીએ ઇન્ડિયા કૅપ આપી હતી.

પુણેના પિચ ક્યુરેટરને ICCએ કર્યો સસ્પેન્ડ

ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં પુણેમાં રમાયેલી ભારત અને ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચ પહેલાં પોતાની જાતને એક બુકી તરીકે ઓળખાવી પત્રકારે સંપર્ક કરવાના પ્રયત્નો વિશે રિપોર્ટ ન કરવા બદલ ICCએ પિચ ક્યુરેટર પાંડુરંગ સાળગાવકરને ૬ મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. તપાસ દરમ્યાન ICCને એવા કોઈ પુરાવા નથી મળ્યા જેમાં સાળગાવકરે માહિતી આપવાના બદલામાં રૂપિયા લીધા હોય. એથી તેના પર ભ્રષ્ટાચારના આરોપ મુજબ કાર્યવાહી નહીં થાય. સ્ટિન્ગ ઑપરેશન બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે તેને પદ પરથી હટાવી દીધો હતો. ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે પુણેમાં થનારી મૅચ પહેલાં પાડુંરગ એક મીડિયા ગ્રુપના અન્ડરકવર રિપોર્ટરને પિચ વિશે વાત કરતાં કૅમેરામાં ઝડપાયો હતો. જોકે આ ઘટનાની મૅચ પર કોઈ અસર નહોતી પડી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK