બટલરને ઝડપથી આઉટ કરવા કલકત્તા બનાવશે વ્યૂહ

પ્લેઑફમાં પહોંચવા માટે થનગનાટ કરી રહેલી રાજસ્થાનની ટીમનો ઈડન ગાર્ડન્સમાં આજે કલકત્તા સામે મુકાબલો થવાનો છે.

butler

બન્ને ટીમો પાસે ૧૨-૧૨ પૉઇન્ટ્સ છે અને કરો યા મરો જેવી ગેમમાં પરાજિત ટીમ પ્લેઑફમાંથી બહાર ફેંકાશે એ નક્કી છે. નેટ રન-રેટના આધારે પૉઇન્ટ્સ-ટેબલમાં કલકત્તા ચોથા અને રાજસ્થાન પાંચમા ક્રમાંકે છે. આ મૅચ બાદ શનિવારે કલકત્તા પ્લેઑફમાં જગ્યા મેળવી ચૂકેલી હૈદરાબાદ સામે રમશે અને એ જ દિવસે રાજસ્થાનનો મુકાબલો બૅન્ગલોર સામે થશે.

રાજસ્થાન અને કલકત્તાની ટીમે છેલ્લી કેટલીક મૅચોથી જીતનો લય પકડ્યો છે. મુંબઈ સામે ખરાબ રીતે પરાજિત થયા બાદ કલકત્તાએ પંજાબ સામે ૨૪૫ રનનો સ્કોર બનાવીને ૩૧ રને જીત મેળવી હતી. દિનેશ કાર્તિક સારી રીતે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. સુનીલ નારાયણ, ક્રિસ લિન, રૉબિન ઉથપ્પા, આન્દ્રે રસેલ અને શુભમન ગિલ ફૉર્મમાં છે. બોલિંગમાં રસેલને કુલદીપ યાદવ, પીયૂષ ચાવલા અને પ્રસીધ કૃષ્ણાનો સાથ મળી રહ્યો છે. રાજસ્થાનનો કૅપ્ટન અજિંક્ય રહાણે મોટો સ્કોર બનાવી શકતો નથી અને એનો ફાયદો ઉઠાવવાનો કલકત્તા ભરપૂર પ્રયાસ કરશે.

રાજસ્થાનની ટીમ આ ટુર્નામેન્ટમાંથી ફેંકાઈ જવાની અણી પર હતી પણ સતત ત્રણ મૅચોમાં જીત મેળવીને એણે જબરદસ્ત વાપસી કરી છે. વળી ત્રણેય મૅચમાં વિકેટકીપર-બૅટ્સમૅન જૉસ બટલરે હાફ સેન્ચુરી ફટકારી છે. છેલ્લી પાંચ મૅચોમાં તેનો સ્કોર અનુક્રમે ૬૭, ૫૧, ૮૨, નૉટઆઉટ ૯૫ અને નૉટઆઉટ ૯૪ રહ્યો છે. આથી તેને જલદી આઉટ કરવા માટે કલકત્તાના કૅપ્ટન દિનેશ કાર્તિકે અલગ સ્ટ્રૅટેજી ઘડવી પડશે. આ ટીમમાં બોલિંગનો મોરચો જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ, જયદેવ ઉનડકટ અને કૃષ્ણપ્પા ગૌથમે સંભાળી લીધો છે. બન્ને ટીમો સામે-સામે ૧૪ વાર ટકરાઈ છે જેમાંથી બન્નેએ ૭-૭ મૅચો જીતી છે.

વાનખેડેની પિચને જાણતો હોવાથી રમી શક્યો : જૉસ બટલર

મુંબઈને વાનખેડે સ્ટેડિયમમાં ૭ વિકેટે પરાજિત કરવામાં જેનો મોટો હિસ્સો છે એવો રાજસ્થાનનો જૉસ બટલર ૨૦૧૬ અને ૨૦૧૭માં મુંબઈની ટીમનો પ્લેયર હતો અને આ વર્ષે તેને રીટેન કરવામાં આવ્યો નહોતો. બટલર મુંબઈમાં ઘણી મૅચો રમી ચૂક્યો હોવાથી વાનખેડે સ્ટેડિયમથી તે વાકેફ હતો અને મૅચ બાદ તેણે કહ્યું હતું કે ‘મુંબઈની ટીમનો પ્લેયર હોવાથી મને વાનખેડે સ્ટેડિયમની પિચની પૂરેપૂરી જાણકારી છે એથી રન બનાવવામાં મને મજા આવી. જ્યારે કરો યા મરો જેવી સ્થિતિ હોય ત્યારે એનો ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ. હું મારો લય આ રીતે આગળ જાળવી રાખવાનો પ્રયાસ કરીશ.

મેં મિડલ-ઑર્ડરમાં ઘણો સમય વિતાવ્યો છે અને પહેલી ૬ ઓવર ટકી ગયા બાદ સૂત્રધારની ભૂમિકા પણ નિભાવી શકું એમ છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK