પંજાબ સામે બૅન્ગલોરનો પાવરફુલ વિજય

પંજાબના ૧૫.૧ ઓવરમાં ૮૮ રન સામે બૅન્ગલોરના ૮.૧ ઓવરમાં વિના વિકેટે ૯૨ રન : કોહલીના ૪૮ રન અને પાર્થિવના ૪૦ રન

team

ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ગઈ કાલે બૅન્ગલોરે પંજાબને ૧૦ વિકેટે પરાજિત કરીને પાવરફુલ વિજય મેળવ્યો હતો. આ સાથે બૅન્ગલોરે એની પ્લેઑફમાં સ્થાન મેળવવાની આશાને જીવંત રાખી છે. બૅન્ગલોરે હવે હૈદરાબાદ અને રાજસ્થાન સામે વિજય મેળવવો પડશે. પંજાબની આ સતત ચોથી હાર છે અને એને પ્લેઑફમાં સ્થાન મેળïવા માટે એક મૅચ તો જીતવી જ પડશે. એનો મુકાબલો હવે મુંબઈ અને ચેન્નઈ સામે છે.

ટૉસ જીતીને બૅન્ગલોરના કૅપ્ટન વિરાટ કોહલીએ ફીgલ્ડગ લીધી હતી. પંજાબ નામોશીભરી રીતે ૧૫.૧ ઓવરમાં ૮૮ રનમાં ઑલઆઉટ થયું હતું. પંજાબના માત્ર ત્રણ બૅટ્સમૅન ડબલ ડિજિટમાં પહોંચ્યા હતા. ઍરોન ફિન્ચે સૌથી વધારે ૨૬ રન બનાવ્યા હતા. એના જવાબમાં બૅન્ગલોરે ૮.૧ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૯૨ રન બનાવીને ૧૦ વિકેટે વિજય મેળવ્યો હતો. મૅચના ૭૧ બૉલ બાકી હતા ત્યારે બૅન્ગલોર જીતી ગયું હતું. રન-રેટ વધારવાના ઉદ્દેશ સાથે બૅન્ગલોર વતી કૅપ્ટન વિરાટ કોહલી અને પાર્થિવ પટેલ રમવા ઊતર્યા હતા. કોહલીએ ૨૮ બૉલમાં ૬ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી નૉટઆઉટ ૪૮ રન અને પાર્થિવ પટેલે ૨૨ બૉલમાં ૭ ચોગ્ગાની મદદથી નૉટઆઉટ ૪૦ રન બનાવ્યા હતા.

bangalore

આ પહેલાં દિલ્હીના ઓપનરો લોકેશ રાહુલ અને ક્રિસ ગેઇલે સાવચેતીભરી શરૂઆત કરી હતી અને ધીમી ગતિએ રન બનાવવાની શરૂઆત કરી હતી, પણ પાંચમી ઓવરમાં ઉમેશ યાદવે તેમને પૅવિલિયનભેગા કર્યા હતા. ૧૫ બૉલમાં ૩ સિક્સર સાથે ૨૧ રન બનાવનારા લોકેશ રાહુલનો કૅચ કૉલિન ગ્રૅન્ડહોમે પકડ્યો હતો. ૧૪ બૉલમાં ચાર ચોગ્ગા સાથે ૧૮ રન બનાવનારા ક્રિસ ગેઇલનો કૅચ મોહમ્મદ સિરાજે પકડ્યો હતો. છઠ્ઠી ઓવર મોહમ્મદ સિરાજે નાખી હતી જેમાં કરુણ નાયરને આઉટ કરવા કોહલી સ્લિપમાં ઊભો રહ્યો હતો અને તેને આઉટ કર્યો હતો. ૬.૫ ઓવરમાં ૫૦ રનનો સ્કોર થયો પણ એ સાથે માર્કસ સ્ટોઇનિસની વિકેટ પડી હતી. તેને યુઝવેન્દ્ર ચહલે બોલ્ડ કર્યો હતો. નવમી ઓવરના પાંચમા બૉલે મયંક અગ્રવાલને કૉલિન ગ્રૅન્ડહોમે આઉટ કર્યો અને ૬૧ રનમાં અડધી ટીમ પૅવિલિયનમાં પહોંચી હતી.

જોકે એ પછી માત્ર ૨૭ રનમાં બાકીની પાંચ વિકેટ પડી હતી. ૭૮ના સ્કોર પર ઍરોન ફિન્ચને મોઈન અલીની બોલિંગમાં વિરાટ કોહલીએ કૅચ કર્યો હતો. તેણે એક ચોગ્ગો અને બે સ્કિસર ફટકારી હતી. કૅપ્ટન આર. અશ્વિન, મોહિત શર્મા અને અંકિત રાજપૂત રન આઉટ થયા હતા. અક્ષર પટેલ ૯ રને નૉટઆઉટ રહ્યો હતો.

ઉમેશ યાદવે ૪ ઓવરમાં ૨૩ રનમાં ૩ વિકેટ લીધી હતી, જેમાં ૧૬ ડૉટ-બૉલ હતા. તેને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. ચહલે ૬ રન, મોહમ્મદ સિરાજે ૧૭ રન, ગ્રૅન્ડહોમે ૮ રન અને મોઈન અલીએ ૧૩ રનમાં એક-એક વિકેટ લીધી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK