મિડ-ડે કપમાં રમનાર દિનેશ નાકરાણી યુગાન્ડાની T૨૦ ટીમમાં થયો સિલેક્ટ

કચ્છી કડવા પાટીદાર ટીમ તરફથી રમતા સૌરાષ્ટ્રના આ ખેલાડીને આફ્રિકાની ટીમ T૨૦ વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થશે એવો વિશ્વાસ છે

dinesh

મિડ-ડે કપ ૨૦૧૮ની ચૅમ્પિયન ટીમ કચ્છી કડવા પાડીદાર ટીમ તરફથી રમનાર દિનેશ નાકરાણી યુગાન્ડાની નૅશનલ T૨૦ ટીમમાં સિલેક્ટ થયો છે. આ વર્ષે રમાયેલા મિડ-ડે કપની ફાઇનલમાં આ ઑલરાઉન્ડર મૅન ઑફ ધ મૅચ પણ બન્યો હતો. હાલમાં તે યુગાન્ડાની નૅશનલ T૨૦ ટીમમાં સિલેક્ટ થયો છે. બની શકે કે આ ટીમ T૨૦ વર્લ્ડ કપમાં પણ સિલેક્ટ થાય. કચ્છના વિરાણી-મોટી વિસ્તારમાંથી આવતો ૨૬ વર્ષનો દિનેશ સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમ તરફથી વન-ડે અને T૨૦ રમી ચૂક્યો છે. યુગાન્ડાથી મિડ-ડે જોડે વાતચીત કરતાં દિનેશે કહ્યું હતું કે ‘યુગાન્ડા પોતાની T૨૦ ટીમને મજબૂત કરવા માગતી હતી. પરિણામે એણે ચાર વિદેશી ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. હું યુગાન્ડાની જ એક ક્લબ કચ્છી ટાઇગર તરફથી રમતો હતો ત્યારે મારા પ્રદર્શનને જોઈને નૅશનલ ટીમના કોચ અને કેન્યાની ટીમના ભૂતપૂર્વ ખેલાડી સ્ટીવ ટીકેલોએ મને પસંદ કર્યો હતો. પરિણામે તમામ વિધિઓ ઝડપથી પૂરી કરવામાં આવી હતી.’

દિનેશ નાકરાણી લેફ્ટ આર્મ મીડિયમ પેસર અને મિડલ ઑર્ડર બૅટ્સમૅન છે. તો સૌરાષ્ટ્રની અન્ડર-૧૯, અન્ડર-૨૩, અન્ડર-૨૫ ટીમો તરફથી રમી ચૂક્યો છે. હાલમાં યુગાન્ડા અન્ય ત્રણ ઈસ્ટ આફ્રિકાની ટીમો સાથે રમશે. એમાંથી બે ટીમો વેસ્ટ આફ્રિકા સામે રમશે. એ પૈકી જે બે ટીમો જીતશે એ T૨૦ વર્લ્ડ કપ ક્વૉલિફાયર રમશે. દિનેશ છેલ્લા એક મહિનાથી યુગાન્ડામાં પ્રૅક્ટિસ કરી રહ્યો છે. તેને વિશ્વાસ છે કે પોતાની ટીમ જરૂર T૨૦ વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થશે. દિનેશ યુગાન્ડાના લોકોની મહેમાનગતિથી ઘણો ખુશ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK