સ્પિનરોએ ક્યારેય નો-બૉલ ન નાખવો જોઈએ : ગાવસકર

ગાવસકરે કરી યુઝવેન્દ્ર ચહલની ટીકા, કહ્યું... 

gavaskar

ભારતીય ટીમની હાર બાદ ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે સિરીઝની શરૂઆતની ત્રણ મૅચમાં શાનદાર પ્રદર્શન કરનાર યુઝવેન્દ્ર ચહલ અને ભારતીય ટીમની ટીકા કરી હતી. ગાવસકરે કહ્યું હતું કે ‘ચહલના નો-બૉલ પર મિલરનું આઉટ થવું એ મૅચનો ટર્નિંગ પૉઇન્ટ હતો. ત્યાર બાદ સાઉથ આફ્રિકાની ટીમ મૅચમાં વાપસી કરવામાં સફળ રહી હતી. ત્યાં સુધી મૅચ પર ભારતની પકડ હતી. મિલરને ચહલનો બૉલ સમજવામાં મુશ્કેલી પડતી હતી.’

ચહલના નો-બૉલ પર ટિપ્પણી કરતાં ગાવસકરે કહ્યું હતું કે ‘આધુનિક ટેક્નિકના દિવસોમાં કોઈ પણ બોલરોએ નો-બૉલ ન કરવો જોઈએ. લેગ સ્ટમ્પની બહારનો વાઇડ બૉલ સમજી શકાય, કારણ કે એને માટેના નિયમો બહુ કડક છે. ફાસ્ટ બોલરોથી ક્યારેક નો-બૉલ પડી જાય, પરંતુ સ્પિનરોએ તો ક્યારેય આવી ભૂલ ન કરવી જોઈએ.’

ગાવસકરે હાર માટે ખેલાડીઓમાં પ્રોફેશનલ અભિગમની ખામીને પણ કારણરૂપ ગણાવતાં કહ્યું હતું કે ‘૩-૦ની લીડ મેળવ્યા બાદ ભારતીય ખેલાડીઓએ થોડી ઢીલ મૂકી હતી જેનો આફ્રિકાની ટીમે પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. મિલર અને ક્લાસેને સારી બૅટિંગ કરી અને ભારતીય બોલરોની હાલત બગાડી નાખી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK