વૉર્મ-અપમાં અપેક્ષા પ્રમાણે કાંગારૂઓની મોટી જીત

પાંચ વન-ડે મૅચની સિરીઝ પહેલાં પહેલી અને એકમાત્ર વૉર્મ- મૅચમાં ઇન્ડિયન બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવનની બિનઅનુભવી ટીમ સામે ઑસ્ટ્રેલિયાએ ૧૦૭ રનથી જીત મેળવી હતી.

australia


ઑસ્ટેલિયન કૅપ્ટન સ્ટીવન સ્મિથે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતા. ડેવિડ વૉર્નર (૬૪), સ્મિથ (૫૫), ટ્રેવિસ હેડ (૬૫) અને માર્કસ સ્ટૉઇનિસ (૭૬)ની હાફ-સેન્ચુરીઓની મદદથી ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૪૭ રનનો મસમોટો સ્કોર બનાવ્યો હતો. ભારતીય બોલરમાં માત્ર વૉશિંગ્ટન સુંદર થોડો પ્રભાવ પાડી શક્યો હતો અને તેણે ૮ ઓવરમાં માત્ર ૨૩ રનમાં આપીને બે વિકેટ લીધી હતી. જવાબમાં કોઈ ભારતીય બૅટ્સમૅન હાફ-સેન્ચુરી પણ નહોતો ફટકારી શક્યો અને ૪૮.૨ ઓવરમાં ૨૪૪ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. કાંગારૂ સ્પિનર ઍસ્ટન ઍગરે સૌથી વધુ ૪૪ રનમાં ચાર વિકેટ લીધી હતી.

ટીમના એકમાત્ર ગુજરાતી ખેલાડી કુશાંગ પટેલે બે વિકેટ ઉપરાંત અણનમ ૪૧ રન સાથે ઑલરાઉન્ડ પફોર્ર્મન્સ સાથે ચમકારો બતાવ્યો હતો.

  • ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ બાદ વન-ડેમાં પણ નંબર વન બનવું હોય તો ઑસ્ટ્રેલિયાને ૪-૧થી હરાવો


વન-ડે અને T20 મૅચની સિરીઝ રમવા ભારત આવેલી વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન ટીમ સામેની આ સિરીઝ ખૂબ જ રોમાંચક બની રહેવાની સંભાવના છે. બન્ને ટીમ વચ્ચે વન-ડેમાં કાંટે કી ટક્કર સાથોસાથ આ વખતે નંબર વન રૅન્કિંગની કશમકશ પણ જોવા મળશે.

જે પણ ટીમ મોટા અંતરથી (૫-૦ અથવા ૪-૧થી) સિરીઝ જીતશે એ વન-ડે રૅન્કિંગમાં નંબર વનના સ્થાન પર પહોંચી જશે. અત્યારે સાઉથ આફ્રિકા ૧૧૯ રેટિંગ સાથે ટોચ પર છે, જ્યારે ભારત અને ઑસ્ટ્રેલિયા બન્નેના એકસરખા ૧૧૭ રેટિંગ છે, પણ ડેસિમલ પૉઇન્ટ્સમાં ગણતરી કરતાં કાંગારૂઓ આગળ હોવાથી એ બીજા ક્રમાંક પર છે. ત્રીજા ક્રમાંક પર ભારત બાદ ચોથા ક્રમાંકે ઇંગ્લૅન્ડ (૧૧૩) અને ન્યુ ઝીલૅન્ડ (૧૧૧) પાંચમા ક્રમાંક પર છે.

હવે સિરીઝ-જીતના માર્જિન અને રેટિંગમાં એની અસર પર એક નજર કરીએ.

એક વાત સ્પષ્ટ છે કે જે પણ ટીમ કમસે કમ ૪-૧થી જીત મેળવશે એ વન-ડે રૅન્કિંગમાં ટોચ પર પહોંચી જશે. ૫-૦થી જીતશે એ બીજા ક્રમાંકની ટીમથી ત્રણ રેટિંગની લીડ લઈને એનું સ્થાન વધુ મજબૂત કરી લેશે. બીજી તરફ સિરીઝમાં બરાબરીની ટક્કર જોવા મળી અને જીતનું માર્જિન ૩-૨ આવ્યું તો વિજેતા ટીમ નંબર વન નહીં બની શકે, કેમ કે એવા સમયે વિજેતા ટીમનું રેટિંગ ૧૧૮ થઈ જશે જ્યારે સાઉથ આફ્રિકા ૧૧૯ રેટિંગ સાથે નંબર વન છે. જો ભારત ૩-૦થી સિરીઝ જીતશે તો એ નંબર નહીં બને, પણ ઑસ્ટ્રેલિયાને પછાડીને બીજા ક્રમાંક પર જરૂર પહોંચી જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy