શ્રીલંકાના કૅપ્ટન દિનેશ ચંદીમલ પર મુકાયો બૉલ-ટૅમ્પરિંગનો આરોપ

શનિવારે શ્રીલંકાની ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે અમ્પાયરોના બૉલ બદલવાના નિર્ણયના વિરોધમાં દોઢ કલાક સુધી મેદાનમાં જ નહોતી આવી, પરંતુ અમ્પાયરોના મતે શુક્રવારના છેલ્લા સેશન દરમ્યાન બૉલ સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં

chandimal

ICCએ ગઈ કાલે શ્રીલંકાના કૅપ્ટન દિનેશ ચંદીમલ પર બૉલની સ્થિતિમાં છેડછાડ (ટૅમ્પરિંગ)નો આરોપ મૂક્યો છે. શ્રીલંકાની ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે સેન્ટ લ્યુસિયામાં બીજી ટેસ્ટ-મૅચ રમી રહી છે. શનિવારે બીજી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસની રમતનો સમય પૂરો થયા બાદ ICCએ આ નિર્ણય લીધો હતો. ICCએ ટ્વિટર દ્વારા આ જાણકારી આપી હતી જેમાં જણાવાયું છે કે શ્રીલંકાના કૅપ્ટન ચંદીમલ પર ત્ઘ્ઘ્ની આચાર સંહિતાના લેવલ ૨.૨.૯ને તોડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ પહેલાં શ્રીલંકાએ બૉલ સાથે ચેડાં કરવાના આરોપને ફગાવી દીધો હતો તેમ જ અમ્પાયરો દ્વારા બૉલ બદલવાના નિર્ણયના વિરોધમાં દોઢ કલાક સુધી ટીમ મેદાનમાં આવી નહોતી. જોકે સમગ્ર આરોપ મામલે વિરોધ હોવા છતાં શ્રીલંકન ટીમે મૅચ રમવાનું બાદમાં ચાલુ રાખ્યું હતું.

મૅચના બીજા દિવસના છેલ્લા સેશનમાં જે બૉલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ બૉલને બન્ને અમ્પાયરો ત્રીજા દિવસે ઉપયોગ કરવા નહોતા માગતા. અમ્પાયરો બૉલની કન્ડિશનથી ખુશ નહોતા. મૅચના ત્રીજા દિવસે અમ્પાયરિંગ કરી રહેલા અલીમ દર અને ઇયાન ગાઉલ્ડે શ્રીલંકન ટીમને જણાવી દીધું હતું કે જૂના બૉલથી રમત આગળ નહીં વધારી શકાય, કારણ કે અમારા મતે શુક્રવારે સાંજના સેશન દરમ્યાન બૉલ સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં. બૉલ બદલવાની વાતથી નારાજ શ્રીલંકન ટીમે કૅપ્ટન દિનેશ ચંદીમલની આગેવાનીમાં મેદાન પર આવવાની ના પાડી દીધી હતી. જોકે દોઢ કલાક બાદ મૅચ શરૂ થઈ હતી. શ્રીલંકા પર પાંચ રનનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝના સ્કોરમાં પાંચ પેનલ્ટી રન જોડવામાં આવ્યા હતા. શ્રીલંકાના ખેલાડીઓ રમવા માટે તૈયાર નહોતા. જોકે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓને વિરોધ સાથે મેદાનમાં ઊતરવા માટે જણાવ્યું હતું.

દરમ્યાન બીજી ટેસ્ટમાં શ્રીલંકાએ પહેલી ઇનિંગ્સમાં કરેલા ૨૫૩ રનના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ ત્રીજા દિવસે પહેલી ઇનિંગ્સમાં ૩૦૦ રન બનાવીને ઑલઆઉટ થયું હતું.

શ્રીલંકન ક્રિકેટ બોર્ડે કર્યો ખેલાડીઓનો બચાવ

દિનેશ ચંદીમલ પર બૉલ સાથે ચેડાં કરવાનો આરોપ ICC દ્વારા મૂકવામાં આવ્યો છે. જોકે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પોતાના ખેલાડીઓના બચાવમાં આગળ આવ્યું છે. એક સ્ટેટમેન્ટમાં ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે તેઓ પોતાની ટીમના કોઈ પણ ખેલાડી સામે મૂકવામાં આવેલા ખોટા આરોપનો બચાવ કરશે. શ્રીલંકાની ટીમના ખેલાડીઓએ કંઈ પણ ખોટું નથી કર્યું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK