ચંદીમલે સ્વીકાર્યું, મોંમાં કોઈક વસ્તુ નાખી હતી : ૧ ટેસ્ટ માટે પ્રતિબંધ

સ્પોર્ટ્સમૅનસ્પિરિટના ઉલ્લંઘન બદલ કૅપ્ટન ઉપરાંત કોચ અને મૅનેજર પણ દોષી, ત્રણેએ મળીને ટીમને શનિવારે મેદાનમાં જ નહોતી આવવા દીધી

chandimal

ICCએ શ્રીલંકાની ટેસ્ટ ટીમના કૅપ્ટન દિનેશ ચંદીમલને બૉલ સાથે ચેડાં કરવાના મામલે દોષી ગણ્યો હતો. મંગળવારે તેના પર એક મૅચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી તે વેસ્ટ ઇન્ડીઝ સામે ર્બોબેડોઝમાં રમાનારી ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં નહીં રમી શકે. આ મૅચ ૨૩ જૂનથી શરૂ થશે. દંડ તરીકે તેણે ૧૦૦ ટકા મૅચ- ફી આપવી પડશે. ICCના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ડેવિડ રિચર્ડસને આચારસંહિતાના ભંગ બદલ ટીમના કૅપ્ટન ઉપરાંત કોચ ચંડિકા હથુરુસિંઘા અને મૅનેજર અસાન્કા ગુરુસિંહાને પણ દોષી ગણ્યા હતા. આ ત્રણેએ સ્પિરિટ ઑફ ધ ગેમની ધારાના નિયમ ૨.૨.૧નો ભંગ કર્યો હતો. સેન્ટ લ્યુસિયામાં રમાતી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે શનિવારે સવારે ત્રણેએ મળીને ટીમને મેદાન પર જ મોકલી ન હોવાથી બે કલાક સુધી રમત રોકવી પડી હતી.

દરમ્યાન શ્રીલંકાના કૅપ્ટન દિનેશ ચંદીમલે સ્વીકાર્યું હતું કે તેણે મોંમાં કોઈક વસ્તુ નાખી હતી. મૅચ રેફરી જાવાગલ શ્રીનાથે ઘટનાના વિડિયો ફુટેજ જોયા બાદ સ્પષ્ટપણે કહ્યું હતું કે બૉલ પર કોઈક કૃત્રિમ વસ્તુ લગાડવામાં આવી હતી જે આચારસંહિતાના નિયમથી વિરુદ્ધ છે. સુનાવણી દરમ્યાન દિનેશે સ્વીકાર્યું હતું કે તેણે મોંમાં કોઈક વસ્તુ નાખી હતી, પરંતુ શું નાખ્યું હતું એ યાદ નથી. ICC દ્વારા જણાવાયું હતું કે આવો ખુલાસો માન્ય કરી શકાય એવો નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK