સુરંગા લકમલની બોલિંગથી શ્રીલંકાએ વન-ડે સિરીઝમાં ખોલ્યું જીતનું ખાતું

શ્રીલંકાના પલ્લેકેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે પાંચ મૅચની વન-ડે આંતરરાષ્ટ્રીય સિરીઝની રોમાંચક ચોથી વન-ડેમાં શ્રીલંકાએ ડકવર્થ લુઇસ સ્ટર્ન મૅથડથી સાઉથ આફ્રિકાને ૩ રનથી હરાવ્યું હતું.



સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ૦-૩થી સિરીઝ હારી ચૂકેલી શ્રીલંકાએ ૨૭.૨ ઓવરમાં ૧૯૫ રન પર છ વિકેટ ગુમાવી હતી અને વરસાદના વિઘ્નના કારણે મૅચ ૩૯ ઓવરની કરવામાં આવી હતી ત્યારે એવું લાગતું હતું કે શ્રીલંકા ૨૨૫-૨૩૦માં ઑલઆઉટ થઈ જશે, પણ નંબર ૭ પર રમવા આવેલા થિસારા પરેરાના ૪૫ બૉલમાં નૉટઆઉટ ૫૧ અને દાસુન શનાકાના આક્રમક ૩૪ બૉલમાં નૉટઆઉટ ૬૫ રનની મદદથી શ્રીલંકાએ નિર્ધારિત ૩૯ ઓવરમાં ૩૦૬-૭નો ચૅલેન્જિંગ સ્કોર ખડકી દીધો હતો. ફક્ત ડુમિનીની ઇકૉનૉમી-રેટ ૬ કરતાં ઓછી હતી. એ સિવાય દરેક બોલરની ૭ કરતાં વધારે હતી. જવાબમાં સાઉથ આફ્રિકાના અમલા (૪૦) સિવાય કોઈ પણ બૅટ્સમૅન ૧૦નો રનરેટ જાળવી રાખવાની કોશિશમાં આઉટ થતો રહ્યો. ૧૩ ઓવરમાં ૧૩૦ બનાવ્યા, પણ ટોચની પાંચ કીમતી વિકેટ ખોઈ નાખી હતી અને એનું શ્રેય મૅન ઑફ ધ મૅચ સુરંગા લકમલને જાય છે જેણે પાંચ ઓવરમાં ૪૬ રનમાં ૩ વિકેટ લીધી છે. સાઉથ આફ્રિકાને છેલ્લી ઓવરમાં જીતવા માટે ૮ રનની જરૂર હતી, પણ લકમલે ફક્ત ૪ રન કન્સિડ કરીને આ સિરીઝમાં શ્રીલંકાનું જીતનું ખાતું ખોલ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK