આફ્રિદીએ ઘરમાં સિંહ પાળ્યો છે?

પ્રાણીઓ પ્રત્યે દયા રાખવા અને દીકરી પોતાના જેવી જ નકલ કરે છે એવા સંદેશાનો ફોટો શૅર કરનાર પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટનની સોશ્યલ મીડિયામાં ટીકા થઈ

afridi2

પાકિસ્તાનનો ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદી ક્રિકેટવિશ્વમાં ઘણો લોકપ્રિય છે. વળી સોશ્યલ મીડિયામાં પણ ઘણો સક્રિય છે. તાજેતરમાં તેણે પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવા તેમ જ તેની દીકરી વિકેટ લીધા બાદ તેના જેવી જ નકલ કરે છે એવો સંદેશ આપતો ફોટો શૅર કર્યો હતો. જોકે દીકરીના ફોટોની પાછળ એક સિંહ હતો. સોશ્યલ મીડિયામાં આફ્રિદીની પ્રાણીઓના હકોના ઉલ્લંઘન અને ઘરના લોકોની સલામતી માટે પૂરતી વ્યવસ્થા ન રાખવા બદલ આકરી ટીકા કરવામાં આવી રહી છે.

શનિવારે આફ્રિદીએ ફોટો શૅર કરતાં લખ્યું હતું કે ‘આપણે જેને પ્રેમ કરતા હોઈએ તેમની સાથે સમય વિતાવવાનું ગમે છે. વળી મારી વિકેટ લેવાની ઉજવણીની નકલ મારી દીકરી કરે છે એ બહુ જ ગમે છે. હા, પ્રાણીઓની દેખરેખ રાખવાનું ન ભૂલો.’

afridi1

એક ફોટામાં આફ્રિદી હરણને દૂધ પીવડાવે છે તો બીજા ફોટોમાં તેની દીકરી એની નકલ કરે છે. આ ફોટો શૅર કરતા લોકોએ સવાલ ઉઠાવવાના શરૂ કર્યા કે શું આફ્રિદીએ ઘરમાં સિંહ પાળ્યો છે. એક યુઝરે લખ્યું હતું કે ‘જંગલી પ્રાણીઓને આ રીતે ઘરમાં કઈ રીતે રાખી શકાય? આ ગેરકાયદે પ્રવૃત્તિ છે? સિંહ લોકોની સાથે ન રહી શકે. વળી એને ચેઇનથી બાંધવામાં આવ્યો છે.’

afridi

અન્ય એક યુઝરે લખ્યું છે કે તું પ્રાણીઓ પ્રત્યે દયા રાખવાની વાત કરે છે બીજી તરફ એમને આ રીતે ઘરમાં પાળતુ બનાવીને રાખે છે.

અન્ય એક યુઝરે લખ્યું હતું કે ‘સિંહ કંઈ પાળતું પ્રાણી નથી. એ જંગલમાં જ હોવો જોઈએ.’

જોકે કેટલાક યુઝરે આફ્રિદીનો બચાવ પણ કર્યો હતો તેમ જ કહ્યું હતું કે આ સિંહ તેનો નથી, પરંતુ એક શ્રીમંત વ્યક્તિનો છે અને આફ્રિદી તેના ઘરે ગયો હતો. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે ક્યારેય કોઈ કૂતરા કે બિલાડીને પાણી પણ ન પીવડાવનાર બીજાને સલાહ ન આપે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK