વિમેન્સ T૨૦માં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનારી બીજી બૅટ્સવુમન બની સ્મૃતિ મંધાના

ભારતીય મહિલા ખેલાડીએ ન્યુ ઝીલૅન્ડની સોફી ડિવાઇનના ૧૮ બૉલમાં હાફ-સેન્ચુરી કરવાના રેકૉર્ડની કરી બરાબરી: ઇંગ્લૅન્ડમાં ચાલતી કિયા સુપર લીગમાં તેની આ ઇનિંગ્સને કારણે વેસ્ટર્ન સ્ટૉર્મે હરીફ ટીમને ૧૮ રનથી હરાવી

smriti

ભારતીય મહિલા ખેલાડી સ્મૃતિ મંધાનાએ ઇંગ્લૅન્ડમાં ચાલતી મહિલાઓની કિયા સુપર લીગમાં ગઈ કાલે માત્ર ૧૮ બૉલમાં હાફ-સેન્ચુરી ફટકારી હતી. આ ઇનિંગ્સને કારણે તેણે T૨૦ના ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી ૫૦ રન કરવાના રેકૉર્ડની બરાબરી કરી હતી. મંધાના પહેલાં ન્યુ ઝીલૅન્ડની સોફી ડિવાઇને પણ ૧૮ બૉલમાં જ હાફ-સેન્ચુરી ફટકારી હતી. મંધાના કિયા સુપર લીગમાં વેસ્ટર્ન સ્ટૉર્મ તરફથી રમી રહી છે. વરસાદના વિઘ્નને કારણે વેસ્ટર્ન સ્ટૉર્મ અને લાગોબોરોહ લાઇટનિંગ વચ્ચેની ૨૦ ઓવરની મૅચને ઘટાડીને ૬-૬ ઓવરની કરવામાં આવી હતી.

જેમાં સ્મૃતિએ ઓપનિંગ કરતાં ૧૯ બૉલમાં પાંચ ચોગ્ગા અને ૪ સિક્સરની મદદથી નૉટઆઉટ બાવન રન કર્યા હતા જેને કારણે ટીમે ૬ ઓવરમાં બે વિકેટે ૮૫ રન બનાવ્યા હતા. જવાબમાં લાગોબોરોહની ટીમ વિના વિકેટે માત્ર ૬૭ રન જ કરી શકી હતી. આમ વેસ્ટર્ન સ્ટૉર્મે આ મૅચ ૧૮ રનથી જીતી હતી. ન્યુ ઝીલૅન્ડની ખેલાડી સોફી ડિવાઇને ૨૦૧૫માં ભારત સામે રમાયેલી T૨૦ મૅચમાં જ ૧૮ બૉલમાં હાફ-સેન્ચુરી કરી આ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK