સ્મિથની કબૂલાત, સ્ટ્રેસને કારણે લીધી ઊંઘની ગોળી

ઇંગ્લૅન્ડને જીતવા માટે માત્ર ૧૭૮ રનની જરૂર હતી, પરંતુ કાંગારૂ બોલરોએ બાકીની ૬ વિકેટ ઝડપી લઈને ડે-નાઇટ ટેસ્ટમાં

smith



ફૉલોઑન ન આપવાના કૅપ્ટનના નિર્ણયને યોગ્ય સાબિત કર્યો: પહેલી ઇનિંગ્સમાં સદી ફટકારનાર શૉન માર્શ મૅન ઑફ ધ મૅચ

ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ૮૮ રનમાં લીધેલી પાંચ વિકેટના દમ પર ઑસ્ટ્રેલિયાએ ઍડીલેડમાં રમાયેલી બીજી ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડને ૧૨૦ રનથી હરાવ્યું હતું. આ જીતને કારણે ઑસ્ટ્રેલિયાએ પાંચ ટેસ્ટ-મૅચની ઍશિઝ સિરીઝમાં ૨-૦થી લીડ લઈ લીધી છે. બ્રિસ્બેનમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીત મેળવી હતી. સ્ટાર્કે મૅચમાં કુલ ૮ વિકેટ પોતાના નામે કરી હતી. જીત મળ્યા બાદ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવન સ્મિથે કહ્યું હતું કે ‘ચોથા દિવસે જે પ્રકારની પરિસ્થિતિ હતી એને જોતાં મેં રાત્રે ઊંઘવા માટે સ્લીપિંગ પિલ્સ ખાધી હતી.’

કૅપ્ટન જો રૂટ (૬૭)ની ઇનિંગ્સને કારણે ચોથા દિવસે ઇંગ્લૅન્ડે બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટે ૧૭૬ રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયા દ્વારા મળેલા ૩૫૩ રનના લક્ષ્યાંકને આંબવા ઇંગ્લૅન્ડ માત્ર ૧૭૮ રન જ દૂર હતું. ગઈ કાલે રૂટને કુલ ૧૭૭ના સ્કોર પર આઉટ કરીને જોશ હેઝલવુડે ઑસ્ટ્રેલિયાને મહત્વની સફળતા અપાવી હતી. રૂટ આઉટ થતાં ઇંગ્લૅન્ડ બૅકફુટ પર આવી ગયું હતું. ત્યાર બાદ સ્ટાર્ક અને નૅથન લાયને બાકીના બૅટ્સમેનોને વધુ સમય ટકવા નહોતા દીધા. ઇંગ્લૅન્ડ ૨૩૩ રનમાં જ ઑલઆઉટ થઈ ગયું હતું.

આ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ પહેલાં બૅટિંગ કરતાં ૪૪૨ રને દાવ ડિક્લેર કર્યો હતો. ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને પહેલી ઇનિંગ્સમાં ૨૨૭ રનમાં ઑલઆઉટ કરી દીધું હતું. જોકે ઑસ્ટ્રેલિયાએ ફૉલોઑન આપવાને બદલે એ રમતમાં ઊતર્યું અને બીજી ઇનિંગ્સમાં માત્ર ૧૩૮ રનમાં જ ઑલઆઉટ થઈ ગયું. જોકે ઇંગ્લૅન્ડ ૩૫૩ રનના લક્ષ્યાંકને આંબી નહોતું શક્યું અને ૧૨૦ રનથી હારી ગયું હતું. ઑસ્ટ્રેલિયા માટે પહેલી ઇનિંગ્સમાં સદી ફટકારનાર શૉન માર્શને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

વિજય બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં સ્મિથે કહ્યું હતું કે ‘છેલ્લા ૨૪ કલાક મારા માટે બહુ ભારે હતા. રાત્રે સૂવા માટે મારે ઊંઘની ગોળી લેવી પડી હતી. ઘણી વખત તમારે નિર્ણય લેવા પડે છે અને તમારો નિર્ણય ખોટો પણ સાબિત થઈ શકે છે. આ મૅચમાંથી હું ઘણું શીખ્યો છું.’ 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy