સંજુ સૅમસન યો-યો ટેસ્ટમાં ફેલ થવાથી ઇન્ડિયા A ટીમમાંથી બહાર

કેરળના વિકેટકીપર-બૅસ્પોર્ટ્સમૅન સંજુ સૅમસનના પ્રશંસકો માટે એક ખરાબ સમાચાર છે.

sanju

તે ઇંગ્લૅન્ડ જનારી ઇન્ડિયા A ટીમમાંથી બહાર થઈ ગયો છે, કારણ કે તે યો-યો ટેસ્ટમાં ફેલ થયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે યો-યો ટેસ્ટમાં ફેલ થનાર ૨૩ વર્ષના બૅસ્પોર્ટ્સમૅનને ઇંગ્લૅન્ડ મોકલવાની ના પાડી દીધી હતી. શ્રેયસ અય્યરની કૅપ્ટન્સીવાળી ટીમ શનિવારે દિલ્હીથી લંડન જવા માટે રવાના થઈ, પરંતુ સંજુ ન ગયો ત્યારે તે ન ગયા પાછળનું કારણ નહોતું જાણવા મળ્યું. ત્યાર બાદ ખબર પડી કે સંજુ સૅમસન ફિટનેસ-ટેસ્ટમાં ૧૬.૧નો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો જેને ભારતીય ટીમે એક બેન્ચમાર્ક બનાવ્યો છે.

સંજુ સૅમસન એવો ખેલાડી છે જેના પર જુનિયર ટીમના કોચ રાહુલ દ્રવિડે નજર રાખી મૂકી છે. રાહુલ જ્યારે દિલ્હી ડેરડેવિલ્સનો કોચ હતો ત્યારે પણ સંજુ સૅમસનની રમત પર કામ કર્યું હતું. ત્ભ્ન્ની આ સીઝનમાં સંજુએ ૧૫ ઇનિંગ્સમાં ૩૧.૫૦ની ઍવરેજથી ૪૪૧ રન બનાવ્યા હતા. બૅન્ગલોરમાં આવેલી નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં પાંચ દિવસ પહેલા ઇંગ્લૅન્ડ જનારી ટીમની યો-યો ટેસ્ટ થઈ હતી જેમાં સંજુ આશા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહોતો. ૧૪ જૂને બૅન્ગલોરમાં થનારી અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવેલા ખેલાડીઓની યો-યો ટેસ્ટ શનિવારે થઈ છે. આ ટેસ્ટમાં કોઈ પણ ભારતીય ખેલાડી ફેલ નહોતો થયો. આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ માટે જાહેર થયેલી વન-ડે અને T૨૦ ટીમમાં સામેલ કેટલાક અન્ય ખેલાડીઓની ફિટનેસ-ટેસ્ટ ૧૫ અને ૧૬ જૂને થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK