રોહિત-શિખરે ઉપાડવી પડશે જવાબદારી : બ્રેટ લી

ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટની ચૅમ્પિયન હૉન્ગકૉન્ગ સામે એશિયા કપમાં ભારત પોતાની પહેલી મૅચ રમશે

brett lee

૭૬ ટેસ્ટ અને ૨૨૧ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ-મૅચો રમી ચૂકેલા ઑસ્ટ્રેલિયાના પેસ બૉલર બ્રેટ લીનું માનવું છે કે કોહલીની ગેરહાજરીમાં ૧૫ સપ્ટેમ્બરથી યુનાઇટેડ આરબ એેમિરેટ્સ (UAE)માં શરૂ થનારા એશિયા કપમાં ઓપનર રોહિત શર્મા અને શિખર ધવન પર ટીમના ગેમપ્લાનનો દારોમદાર રહેલો છે. હાઇએસ્ટ ૬ વખતની ચૅમ્પિયન ભારતની ટીમ પોતાની પહેલી મૅચ ૧૮ સપ્ટેમ્બરે ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટની ચૅમ્પિયન ટીમ હૉન્ગકૉન્ગ સામે રમશે, જેણે ગઇ કાલે ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટની રોમાંચક ફાઇનલમાં યજમાન શ્ખ્ચ્ને બે વિકેટથી હરાવ્યું હતું. હૉન્ગકૉન્ગને અત્યાર સુધી ફક્ત એક વખત ૨૦૦૪માં શ્રીલંકામાં યોજાયેલા એશિયા કપમાં રમવાનો મોકો મળ્યો હતો.

આ ટુર્નામેન્ટમાં રોહિતને કૅપ્ટન જ્યારે શિખરને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ૪૧ વર્ષના લીએ કહ્યું હતું કે ‘ભારતના બે મહત્વના બૅટ્સમેનો શિખર અને રોહિત પર ટીમને સાતમું ટાઇટલ જિતાડવાની જવાબદારી રહેશે. મને લાગે છે કે રોહિત પોતાનું સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરશે, કારણ કે તેના પર લીડરશિપની એક્સ્ટ્રા જવાબદારી છે. ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટસિરીઝ પહેલાં ઇન-ફૉર્મ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. હરીફ બોલરો લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર સામે રમવાની તેની નબળાઈ વિશે જાણે છે એથી તેને ટાર્ગેટ કરશે, પણ મને લાગે છે કે UAEની નીચી અને ધીમી પિચ રોહિતને ડૉમિનેટ કરવામાં મદદ કરશે. શિખર ધવને ટેક્નિકમાં ઍડ્જસ્ટ કરવું પડશે. તે હાલના સમયમાં ભારતના દરેક ગ્રાઉન્ડની નીચી અને ધીમી પિચ પર રમી ચૂક્યો છે એટલે UAEની પિચ પર તે બૉલની લાઇન પર રમી શકશે.’

ભારત સાથે દ્વિપક્ષી સિરીઝ રમવા ઉત્સુક પાકિસ્તાન સામે ભારત ૧૯ સપ્ટેમ્બરે રમશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK