ઝીરોમાં આઉટ થવામાં રોહિત શર્મા બીજા નંબરે

IPLની આ સીઝનમાં મુંબઈનો કૅપ્ટન રોહિત શર્મા રાજસ્થાન સામે બન્ને મૅચોમાં ઝીરો રન પર આઉટ થયો હતો.

rohit

આ સીઝનમાં એ કુલ ત્રણ વાર આ રીતે આઉટ થયો છે અને IPLમાં એ કુલ ૭ વાર આ રીતે આઉટ થયો છે. કૅપ્ટન તરીકે ઝીરો પર સૌથી વધારે વાર આઉટ થવાનો રેકૉર્ડ ગૈતમ ગંભીર સામે નોંધાયો છે. કલકત્તાના કૅપ્ટન તરીકે ગૌતમ ગંભીર ૧૦ વાર ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. મુંબઈનો કૅપ્ટન રોહિત ૭ વાર આઉટ થઈને ઍડમ ગિલક્રિસ્ટ અને શેન વૉર્ન સાથે બીજા નંબરે છે.

મુંબઈને કેવી રીતે પ્લેઑફમાં મળી શકે સ્થાન?

રાજસ્થાન સામે ૭ વિકેટે પરાજિત થયા બાદ પ્લેઑફમાં પહોંચવા માટે મુંબઈનો માર્ગ મુશ્કેલ થયો છે. બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ સામે અને રવિવારે ફિરોજશા કોટલા મેદાનમાં દિલ્હી સામે મુંબઈનો મુકાબલો છે. મુંબઈએ પંજાબ અને દિલ્હીને મોટા માર્જિનથી હરાવવું પડશે અને રન-રેટ પણ વધારવો પડશે.

આ ઉપરાંત એણે કિસ્મત પર પણ ભરોસો રાખવો પડશે. પંજાબ અને કલકત્તાનો પરાજય થાય એવી દુઆ મુંબઈએ કરવી પડશે.

બૅન્ગલોર અને ચેન્નઈ સામેની મૅચમાં પંજાબનો પરાજય થવો જોઈએ. ગઈ કાલે બૅન્ગલોરે પંજાબને ૧૦ વિકેટે પરાજિત કર્યું છે એથી મુંબઈને થોડી રાહત મળી છે. હવે ચેન્નઈ સામે પંજાબનો પરાજય થાય તો મુંબઈના ચાન્સ ઊજળા છે. હૈદરાબાદ અને કલકત્તાની મૅચમાં કલકત્તાનો પરાજય થાય તો પ્લેઑફમાં પહોંચવાની મુંબઈની આશા જીવંત રહી શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy