રિષભ પંતની આક્રમક ઇનિંગ્સને લીધે ઇન્ડિયા-A જીત્યું ટ્રાયેન્ગ્યુલર સિરીઝ

ફાઇનલમાં ઇંગ્લૅન્ડ લાયન્સને પાંચ વિકેટથી હરાવી : ઇંગ્લૅન્ડે ૯ વિકેટે કરેલા ૨૬૪ રનના જવાબમાં ભારતે ૪૮.૨ ઓવરમાં લક્ષ્યાંકને આંબ્યો

rishabh

ઇન્ડિયા-Aએ ગઈ કાલે ટ્રાયેન્ગ્યુલર વન-ડે સિરીઝની ફાઇનલમાં યજમાન ઇંગ્લૅન્ડ લાયન્સને પાંચ વિકેટથી હરાવીને સિરીઝ જીતી હતી. ભારતીય ટીમના બોલરોએ પહેલાં શાનદાર પ્રદર્શન કરતાં ઇંગ્લૅન્ડ લાયન્સે નિર્ધારિત ૫૦ ઓïવરમાં નવ વિકેટે ૨૬૪ રન જ કર્યા હતા. ત્યાર બાદ ઇન્ડિયા-Aએ વિજયના લક્ષ્યાંકને ૪૮.૨ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને આંબ્યો હતો. ઇન્ડિયા-ખ્ની શરૂઆત સારી નહોતી રહી. ઓપનર પૃથ્વી શો ૧૫ રન બનાવીને આઉટ થયો હતો. મયંક અગ્રવાલ (૪૦) અને શુભમન ગીલે (૨૦) ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. ૭૪ના સ્કોર પર ગીલ આઉટ થયા પછી ભારતે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. એક સમયે ટીમનો સ્કોર પાંચ વિકેટે ૧૯૫ હતો, પરંતુ ત્યાર બાદ રિષભ પંત (નૉટઆઉટ ૬૪) અને કૃણાલ પંડ્યાએ (નૉટઆઉટ ૩૪) ઇન્ડિયા-Aને જિતાડ્યું હતું. રિષભ પંતે પોતાની ઇનિંગ્સમાં આઠ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.

મને એવું લાગે છે હાલમાં અમારી પાસે ઘણું સારું બોલિંગ આક્રમણ છે. વળી સિનિયર ટીમમાં કોઈ ઈજાગ્રસ્ત થાય તો ભારત પાસે સારી બેન્ચ-સ્ટ્રેંગ્થ છે.

રાહુલ દ્રવિડ, કોચ, ઇન્ડિયા-A ટીમ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK