સારું છે છેલ્લી ટેસ્ટમાં જ રમ્યો : પૉલ ફારબ્રેસ

રવીન્દ્ર જાડેજાની બૅટિંગ જોઈને ઇંગ્લૅન્ડના અસિસ્ટન્ટ કોચે કહ્યું...

jadeja

ઇંગ્લૅન્ડના અસ્ટિન્ટ કોચ પૉલ ફારબ્રેસે કહ્યું હતું કે ભારતીય ટીમમાં રવીન્દ્ર જાડેજા એક સારો ક્રિકેટર છે. મને આનંદ છે કે તે માત્ર પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં જ રમ્યો. જાડેજાએ આઠમા ક્રમાંક પર બૅટિંગ પર ઊતરીને કરીઅરની નવમી હાફ-સેન્ચુરી ફટકારતાં ભારતને પહેલી ઇનિંગ્સમાં છ વિકેટે ૧૬૦ રનથી ૨૯૨ રન સુધી પહોંચાડ્યું. જાડેજાની ઇનિંગ્સ જોઈને ફારબ્રેસે કહ્યું હતું કે ‘તેને પાર્ટનરશિપ પહેલાં એક જીવતદાન પણ મળ્યું હતું, જેનો ફાયદો ઉઠાવતાં તેણે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું. અમારે ખુશ થવું જોઈએ કે તે છેલ્લી મૅચમાં જ રમ્યો.’

જાડેજાએ સતર્કતા અને આક્રમકતાનું સારું ઉદાહરણ પૂરું પાડ્યું. ૧૫૬ બૉલમાં ૧૧ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી નૉટઆઉટ ૮૬ રન કર્યા હતા. જાડેજાએ હનુમા વિહારી સાથે સાતમી વિકેટ માટે ૭૭ રનની પાર્ટનરશિપ કરી. હનુમા વિહારી આઉટ થયા બાદ તેણે આક્રમક રમત બતાવી. વળી પૂંછડિયા બૅટ્સમેનો સાથે સમજણપૂર્વક બૅટિંગ પણ કરી જેમાં જાડેજાએ મોટા ભાગના સમયે સ્ટ્રાઇક પોતાની પાસે જ રાખી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK