બ્રેથવેટની ઇનિંગ્સ અને વરસાદે વેસ્ટ ઇન્ડીઝને હારથી બચાવ્યું

વરસાદ અને ઝાંખા પ્રકાશને કારણે પાંચમા દિવસે છેલ્લું સેશન વહેલું સમાપ્ત કરવામાં આવ્યું, વિજય માટે ૨૯૬ રનના લક્ષ્યાંક સામે કૅરિબિયનોએ એક સમયે ૬૪ રનમાં ગુમાવી હતી ૪ વિકેટ

chandimal

શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મૅચોની સિરીઝની સેન્ટ લ્યુસિયામાં રમાયેલી બીજી ટેસ્ટ-મૅચ ડ્રો થઈ છે. વેસ્ટ ઇન્ડીઝ આ સિરીઝમાં ૧-૦થી આગળ છે. ત્રીજી મૅચ ૨૩ જૂને બ્રિજટાઉનમાં રમાશે. મૅચના ત્રીજા દિવસે અમ્યાયર દ્વારા બૉલ બદલવાને કારણે શ્રીલંકાની ટીમ દોઢ કલાક સુધી મેદાનમાં નહોતી આવી. મૅચના છેલ્લા દિવસે સોમવારે શ્રીલંકાની ટીમ જીતની નજદીક હતી, પરંતુ વરસાદને કારણે દિવસનું છેલ્લું સેશન ધોવાઈ ગયું હતું. વેસ્ટ ઇન્ડીઝે મૅચ જીતવા માટે ૨૯૬ રન બનાવવાના હતા, પરંતુ તેણે ૬૪ રનની અંદર જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. છેલ્લે વેસ્ટ ઇન્ડીઝ પાંચ વિકેટે ૧૪૭ રન કરીને મૅચ ડ્રો કરાવવામાં સફળ રહ્યું હતું.

ઓપનર ક્રેગ બ્રેથવેટે નૉટઆઉટ ૫૯ રન ફટકારી એક છેડાને સંભાળ્યો હતો. તેને કૅપ્ટન જેસન હોલ્ડરનો (નૉટઆઉટ ૧૫) પણ સારો સાથ મળ્યો હતો. છેલ્લા સેશનમાં વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે શ્રીલંકાનું સિરીઝમાં બરોબરી કરવાનું સપનું પૂરું ન થઈ શક્યું. એ પહેલાં પાંચમા દિવસની શરૂઆતમાં શૅનોન ગ્રૅબિયલે શ્રીલંકાની ઇનિંગ્સની છેલ્લી બે વિકેટ તરત જ લીધી હતી. શ્રીલંકાની ટીમ બીજી ઇનિંગ્સમાં આઠ વિકેટે ૩૩૪ રનથી આગળ વધીને ૩૪૨ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી. શૅનોને બીજી ઇનિંગ્સમાં ૬૨ રન આપીને ૮ વિકેટ લીધી હતી. મૅચમાં તેણે ૧૨૧ રન આપીને ૧૩ વિકેટ લીધી હતી જે વેસ્ટ ઇન્ડીઝના કોઈ પણ બોલરનું ઘરઆંગણે ત્રીજા ક્રમાંકનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. શૅનોનને મૅન ઑફ ધ મૅચ પણ જાહેર કરાયો હતો.

ચંદીમલ પર મુકાયેલા આરોપને મામલે શ્રીનાથ કરશે સુનાવણી

વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં બૉલ-ટૅમ્પરિંગના આરોપમાં ફસાયેલા દિનેશ ચંદીમલ સામે જવાગલ શ્રીનાથ સુનાવણી કરવામાં આવશે. ચંદીમલે સમગ્ર મામલામાં પોતાને નિર્દોષ ગણાવ્યો છે. તેણે કહ્યું હતું કે હું ત્ઘ્ઘ્ની આચારસંહિતાની કલમ ૨.૨.૯ના ઉલ્લંઘનનો આરોપી નથી. ચંદીમલ પર બીજી ટેસ્ટના બીજા દિવસના છેલ્લા સેશનમાં બૉલની સ્થિતિ બદલવા માટે એના પર પ્રતિબંધિત પદાર્થ લગાડવાનો આરોપ છે. વિડિયો ફુટેજમાં પણ ચંદીમલ આવું કંઈક કરતો દેખાયો હતો. શુક્રવારે ચંદીમલે પહેલાં ખિસ્સામાંથી કોઈ વસ્તુ કાઢીને મોંમા મૂકી હતી ત્યાર બાદ તેણે બૉલ પર કોઈક કૃત્રિમ પદાર્થ લગાડ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK