રાહુલ દ્રવિડ માને છે કે રિષભમાં વિવિધ અંદાજમાં બૅટિંગ કરવાની ક્ષમતા છે

વિકેટકીપર-બૅટ્સમૅનને ઇંગ્લૅન્ડમાં ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં રમાડવા કરી ભલામણ

rishabh

યુવા બૅટ્સમૅન રિષભ પંતને T૨૦ ફૉર્મેટમાં આક્રમક બૅટિંગ માટે ઘણી શાબાશી મળી છે, પરંતુ ઇન્ડિયા-A ટીમના કોચ રાહુલ દ્રવિડના મતે આ ખેલાડીમાં લાંબા ફૉર્મેટમાં પણ

અલગ-અલગ અંદાજમાં રમવાની ક્ષમતા છે. ઇન્ડિયા-A ટીમના ઇંગ્લૅન્ડના પ્રવાસ દરમ્યાન ઇંગ્લૅન્ડ લાયન્સ અને વેસ્ટ ઇન્ડીઝ-A સામે  સારી ઇનિંગ્સ રમવાના ઇનામ તરીકે તેને ભારતીય ટેસ્ટ-ટીમમાં સ્થાન મળ્યું છે. દ્રવિડે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘રિષભ હંમેશાં આક્રમક ખેલાડી તરીકે જ રમે છે, પરંતુ તે પરિસ્થિતિને સારી રીતે સમજે છે. તેની ટેસ્ટ-ટીમમાં પસંદગી થવાથી હું ઘણો ખુશ છું. તે જાતને સાબિત કરશે. તેણે છેલ્લી ત્રણ-ચાર ઇનિંગ્સ દરમ્યાન બતાવ્યું હતું કે અલગ-અલગ ફૉર્મેટમાં રમવા ઉત્સુક છે. તેણે ૨૦૧૬-’૧૭ની રણજી સીઝન દરમ્યાન ૯૦૦ કરતાં વધુ રન બનાવ્યા હતા. ત્યારે તેનો સ્ટ્રાઇક-રેટ ૧૦૦ કરતાં પણ વધુ હતો.’

રાહુલ દ્રવિડે કહ્યું હતું કે ‘સીનિયર ટીમ પહેલાં ઇન્ડિયા-Aનો આ પ્રવાસ ઘણો લાભકારક સાબિત થઈ શકે છે. કાયમ માટે નહીં, પરંતુ જ્યારે પણ શક્ય હોય ત્યારે નૅશનલ ટીમમાં સારા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. સીનિયર ટીમ પહેલાં ઇન્ડિયા-Aનો આ પ્રવાસ બન્ને ટીમોની તૈયારી માટે ઘણો સારો રહ્યો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK