એક માત્ર ખેલાડી જેણે બે દેશ તરફથી રમી ફટકારી સદી

કેપ્લરનો રેકોર્ડ તેમાંય સ્પેશિયલ છે

CAPLER


14 સપ્ટેમબ્ર, 1957ના રોજ સાઉથ આફ્રિકામાં જન્મેલા કેપ્લર વેસલ્સે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી કરી. ક્રિક ઈન્ફોના ડેટા મુજબ લગભગ 4 વર્ષ ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી રમ્યા બાદ કેપ્લરે 7 વર્ષનો લાંબો બ્રેક લીધો. અને 1992માં તેઓ ક્રિકેટના મેદાન પર પાછા ફર્યા, પરંતુ આ વખતે ટીમ બદલાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી રમકા કેપ્લરે સાઉથ આફ્રિકાની ટીમનો સાથ લીધો અને 10 વર્ષ સુધી આફ્રિકન ટીમમાં બેટ્સમેન તરીકે રમ્યા.

આવું કરનાર એક માત્ર ખેલાડી

આમ તો બે ઈન્ટરનેશનલ ટીમમાંથી રમવાનો રેકોર્ડ બીજા પણ કેટલાક ખેલાડીઓના નામે છે, પરંતુ કેપ્લરનો રેકોર્ડ તેમાંય સ્પેશિયલ છે. આ ડાબોડી બેટ્સમેને બે અલગ અલગ ટીમ તરફથી રમતા એક જ ટીમ વિરુદ્ધ સેન્ચ્યુરી મારવાનો રેકોર્ડ બનાવ્યો છે. કેપ્લરે બંને સેન્ચ્યુરી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફટકારી હતી. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમતા ડેબ્યુ મેચમાં 162 રન બનાવ્યા હતા. તો દક્ષિણ આફ્રિકા તરફથી રમતા અંગ્રેજો વિરુદ્ધ 1994માં લોર્ડ્સમાં 105 રનની ઈનિંગ રમી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે 150 વર્ષમાં ક્રિકેટના ઈતિહાસમાં આવો રેકોર્ડ બીજો કોઈ ખેલાડી નથી કરી શક્યો.

આવું છે ટેસ્ટ કરિયર

80-90ના દાયકામાં કેપ્લર એક સ્પેશિયલ ટેસ્ટ બેટ્સમેન તરીકે જાણીતા હતા. તેમણે 40 ટેસ્ટ મેચમાં 41.00ની એવરેજથી 2788 રન બનાવ્યા છે, જેમાં 6 સેન્ચ્યુરી અને 15 હાફ સેન્ચ્યુરી સામેલ છે. તો 109 વન ડે રમી ચૂકેલા કેપ્લરે 34.35ની એવરેજથી 3367 રન બનાવ્યા છે. વન ડેમાં કેપ્લરના નામે એક સેન્ચ્યુરી અને 26 હાફ સેન્ચ્યુરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK