ક્રિકેટમાં રાજ કરવાનું સપનું જોનાર ભારતને ઝટકો અન્ડર-૧૯ એશિયા કપમાં નેપાલે ૧૯ રને હરાવ્યું

નેપાલે કરેલા ૧૮૫ રનના જવાબમાં રાહુલના માર્ગદર્શનવાળી ટીમ ૧૬૬ રનમાં ઑલઆઉટ
ક્વાલા લમ્પુરમાં રમાતા અન્ડર-૧૯ એશિયા કપમાં રવિવારે ભારતીય ટીમને નેપાલ સામે શરમજનક હાર મળી છે. નેપાલની જીતનો હીરો રહ્યો હતો કૅપ્ટન દીપેન્દ્ર સિંહ, જેણે ઑલરાઉન્ડ રમતનું પ્રદર્શન કર્યું હતું. ૧૭ વર્ષના દીપેન્દ્રએ ૮૮ રન બનાવ્યા હતા, જેને કારણે તેની ટીમ ભારત સામે ૫૦ ઓવરમાં જેમ-તેમ ૮ વિકેટે ૧૮૫ રન બનાવવામાં સફળ રહી હતી. મલેશિયાને સરળતાથી હરાવીને ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરનાર ભારતીય ટીમના પાછલા રેકૉર્ડને જોતાં લક્ષ્યાંક સરળ દેખાતો હતો. કૅપ્ટન હિમાંશુ રાણા અને મનજોત કાલકાએ ૭૪ બૉલમાં ૬૫ રન કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.

ટીમે ૨૩ ઓવરમાં એક વિકેટે ૯૧ રન બનાવ્યા હતા. એને જીત માટે માત્ર ૯૫ રનની જરૂર હતી. એની ૯ વિકેટ બાકી હતી, પરંતુ દીપેન્દ્રએ ફરી એક વાર પોતાની મીડિયમ પેસબોલિંગથી ભારતીય બૅટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી. તેણે ૩૯ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જેનાથી ભારતીય ટીમ ૪૯મી ઓવરના પહેલા બૉલમાં ૧૬૬ના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી.

દ્રવિડે આપ્યાં નેપાલની ટીમને અભિનંદન

અન્ડર-૧૯ એશિયા કપમાં બારતને હરાવી તમામને આર્યમાં નાખનાર નેપાલી ટીમને ભારતના અન્ડર-૧૯ના કોચ રાહુલ દ્રવિડ તરફથી શુભેચ્છા મળી છે. મૅચ પૂરી થયા બાદ દ્રવિડે કહ્યું હતું કે ‘નેપાલની ટીમ સારું રમી. એ જીતની હકદાર હતી.’

દ્રવિડની શુભેચ્છાથી ખુશ નેપાલની ટીમના કોચ વિનોદકુમાર દાસ ઘણા ખુશ હતા. તેમણે કહ્યું હતું કે ‘આ ભૂતપૂર્વ ખેલાડીની પ્રશંસાથી તમામ ખેલાડીઓ બહુ જ ખુશ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy