વર્લ્ડ કપ પહેલાં વન-ડે ટીમમાં યોગ્ય સંતુલન બનાવવાની જરૂર : કોહલી

ત્રીજી વન-ડેમાં ટીમના સિલેક્શનને લઈને ભારતીય કૅપ્ટનને કોઈ પસ્તાવો નથી

kohli

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ ત્રણ મૅચોની સિરીઝમાં ઇંગ્લૅન્ડ સામે ૧-૨થી પરાજય બાદ કહ્યું હતું કે ભારતે વન-ડે ટીમમાં યોગ્ય સંતુલન શોધવું પડશે. ત્રીજી અને નિર્ણાયક મૅચમાં હાર બાદ તેણે કહ્યું હતું કે ‘આ પ્રકારની મૅચ અમને જણાવે છે કે વર્લ્ડ કપ માટે અમારે સુધારો કરવાની જરૂર છે. ટીમમાં યોગ્ય સંતુલનની જરૂર છે. વર્લ્ડ કપ પહેલાં અમારે કેટલીક બાબતોમાં સુધારો કરવો પડશે. અમે માત્ર એક કુશળતા પર જ નિર્ભર ન રહી શકીએ. અમારે તમામ વિભાગોમાં સારું પ્રદર્શન કરવું પડશે.’

ભારતીય ટીમના ટોચના ક્રમને મજબૂત માનવામાં આવે છે, પરંતુ મિડલ ઑર્ડર નબળો છે જે રોહિત શર્મા (૦૨), શિખર ધવન (૪૪) અને વિરાટ કોહલી (૭૧) આઉટ થયા બાદ નિર્ણાયક વન-ડેમાં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. ભારતે એકત્રીસમી ઓવરમાં ૪ વિકેટે ૧૫૬ રન બનાવ્યા હતા, પરંતુ છેલ્લી ૨૦ ઓવરમાં ટીમ ૧૦૦ રન જ બનાવી શકી. કોહલીએ કહ્યું કે ‘જ્યાં રનનો સવાલ છે તો અમે ક્યારેય અપેક્ષા મુજબ આ સિરીઝમાં ન કરી શક્યા. અમે ૨૫થી ૩૦ રન ઓછા બનાવ્યા. ઇંગ્લૅન્ડે તમામ ડિપાર્ટમેન્ટમાં સારું પ્રદર્શન કર્યું અને એ જીતનું હકદાર હતું. ઇંગ્લૅન્ડ જેવી ટીમ માટે અમારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હોય છે.’

લોકેશ રાહુલ, ઉમેશ યાદવ અને સિદ્ધાર્થ કૌલને બદલે દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુરની ટીમમાં પસંદગીને લઈને કરવામાં આવેલા નિર્ણયનો કોહલીએ બચાવ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘અમને લાગે છે કે દિનેશ સારું રમ્યો, પરંતુ તે શરૂઆતને મોટી ઇનિંગ્સમાં ન બદલી શક્યો એથી મને બૅટિંગક્રમમાં ફેરબદલ કર્યાનો પસ્તાવો નથી. શાર્દુલને અનુભવની જરૂર છે અને ભુવીની વાપસી કરાવવાની હતી. જ્યારે ફેરફારો સફળ નથી થતાં ત્યારે એને બિનજરૂરી ગણવામાં આવે છે.’ 

રાહુલ અને રહાણેને લઈને કોહલી પર ભડક્યો ગાંગુલી


ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ લોકેશ રાહુલ અને અજિંક્ય રહાણે જેવા બૅટ્સમેનનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવા બદલ ભારતીય ટીમ-મૅનેજમેન્ટ અને વિરાટ કોહલીની ટીકા કરી છે. ગાંગુલીએ કહ્યું હતું કે ‘મિડલ ઑર્ડરમાં સતત પ્રયોગ કરવાથી ભારતીય ટીમને નુકસાન થઈ રહ્યું છે. હાલમાં ભારતનો ટૉપ ઑર્ડર ઘણો મજબૂત છે, પરંતુ એ જો નિષ્ફળ જાય તો ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ જાય જે એક મોટો મુદ્દો છે. તમારી પાસે ઇંગ્લૅન્ડ જેવું સ્તર હોવું જોઈએ. ભારત રાહુલ જેવા ખેલાડીને વધુ તક નથી આપતું. સારા ફૉર્મમાં હોવા છતાં તેને છેલ્લી મૅચમાં નહોતો રમાડ્યો. હું આંખો બંધ કરીને જોઉં તો મને ચોથા નંબરે રાહુલ જ દેખાય છે. તમારા ટોચના ચાર બૅટ્સમેન સર્વશ્રેષ્ઠ હોવા જોઈએ. રાહુલ પાસે જાવ અને તેને કહો કે અમે તને ૧૫ મૅચ આપીએ છીએ, બસ રમો. રાહુલે મૅન્ચેસ્ટરમાં સદી ફટકારી અને તમે તેને બહાર કરી મૂક્યો. આ રીતે તમે ખેલાડી તૈયાર ન કરી શકો.’

ગાંગુલીએ વધુમાં કહ્યું હતું કે ‘રહાણે સાથે પણ આવું જ થઈ રહ્યું છે. તે તમારો સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન છે. તેને પાંચમા ક્રમાંક પર રમાડવો જોઈએ. મહેન્દ્ર સિંહ ધોની અને દિનેશ કાર્તિક છઠ્ઠા ક્રમાંક પર રમી શકે છે. સાથોસાથ તેણે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ભારત સુરેશ રૈનાના વિકલ્પનો વિચાર કરે. મને તેના પ્રત્યે સન્માન છે, પરંતુ મને લાગે છે કે તે વિદેશમાં રન નથી બનાવી શકતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK