શમી અફઘાનિસ્તાન સામેની મૅચમાંથી બહાર, નવદીપ સૈનીને મળી તક

અફઘાનિસ્તાન સામે ગુરુવારથી શરૂ થનારી એકમાત્ર ટેસ્ટ-મૅચ માટે નવદીપ સૈનીને મોહમ્મદ શમીના સ્થાને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

shmai

ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે શમી બૅન્ગલોરમાં આવેલી નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં થયેલી ફિટનેસ-ટેસ્ટમાં પાસ નહોતો થયો. એથી તેના સ્થાને સૈનીને તક મળી છે. આ નિર્ણય શમી ફિટનેસ-ટેસ્ટમાં ફેલ થયા બાદ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતીય ટીમે ઇન્ડિયા-A ટીમના ખેલાડી મોહમ્મદ સિરાજ અને રજનીશ ગુરબાનીને ભારતીય ટીમના પ્રૅક્ટિસ-સેશનમાં બૅટ્સમેનોને પ્રૅક્ટિસ કરાવવા માટે જણાવ્યું છે.

ટીમ મૅનેજમેન્ટે અંકિત રાજપૂતને પણ સિનિયર ટીમના પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લેવા માટે જણાવ્યું હતું. જોકે અંકિતની તબિયત સારી ન હોવાને કારણે તે ટીમ સાથે જોડાયો નહોતો. બીજી તરફ ઈશાન કિશનને ઇંગ્લૅન્ડ લાયન્સ અને વેસ્ટ ઇન્ડીઝ-A ટીમ સામે થનારી વન-ડે સિરીઝ માટે ટીમમાં સ્થાન મળ્યું છે. કિશનને સંજુ સૅમસન ફિટનેસ-ટેસ્ટમાં ફેલ થયા બાદ તક મળી છે.

IPLમાં અશ્વિન પાસેથી શીખેલી સ્પિનવિદ્યાને ભારત સામે ટેસ્ટમાં અજમાવશે મુજીબ ઝદરાન

અફઘાનિસ્તાનના યુવા સ્પિનર મુજીબ ઝદરાને કહ્યું હતું કે IPL દરમ્યાન ભારતીય દિગ્ગજ રવિચન્દ્રન અશ્વિન પાસેથી બોલિંગની કેટલીક નવી રીત શીખ્યો છે. અશ્વિનની આ ટિપ્સ ભારત સામેની એકમાત્ર ટેસ્ટમાં કામ આવશે. ગયા વર્ષે ઑગસ્ટમાં આંતરરાષ્ટ્રીય મૅચમાં પદાર્પણ કનારો ૧૭ વર્ષનો આ બોલર રાશિદ ખાનની સાથે જ અફઘાનિસ્તાનની

બોલિંગ-આક્રમણનો મહત્વનો સભ્ય બન્યો છે. મુજીબે કહ્યું હતું કે IPLના નેટ-સેશન દરમ્યાન અશ્વિને મને કહ્યું હતું કે ‘બૉલ ક્યાં નાખવાનો છે? તેણે મને નવા બૉલ વિશે પણ જણાવ્યું હતું જે એક કૅરમ બૉલ છે. એ ઑફ સ્પિન બોલિંગ વખતે ઉપયોગમાં લેવામાં આવે છે.’

મુજીબ અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ મૅચ નથી રમ્યો, પરંતુ IPL, અન્ડર-૧૯ વલ્ર્ડ કપ અને નૅશનલ ટીમ સાથે તેના પ્રદર્શને તેને નીડર બનાવી દીધો છે. તેણે કહ્યું હતું કે હું પહેલેથી ઉચ્ચ સ્તરે જ ક્રિકેટ રમ્યો છું એથી ટેસ્ટ-મૅચને લઈને કોઈ ડર નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK