મુંબઈએ મહારાષ્ટ્રને તો બરોડાએ સૌરાષ્ટ્રને આપ્યો કારમો પરાજય

મુશ્તાક અલી લીગ T૨૦ સ્પર્ધામાં મુંબઈના આકાશ પારકરે બાવીસ રનમાં લીધી ત્રણ વિકેટ તો બરોડાના કેદાર દેવધરે ફટકાર્યા નૉટઆઉટ ૬૨ રન

akash

ગઈ કાલે રાજકોટમાં રમાયેલી વેસ્ટ ઝોન મુશ્તાક અલી T૨૦ લીગ સ્પર્ધામાં મુંબઈએ મહારાષ્ટ્રને સાત વિકેટથી હરાવ્યું હતું. મીડિયમ પેસર આકાશ પારકરે લીધેલી બાવીસ રનમાં ત્રણ વિકેટને કારણે મહારાષ્ટ્ર માત્ર ૮૯ રનમાં જ ઑલઆઉટ થયું હતું. મહારાષ્ટ્ર તરફથી ઓપનર રાહુલ ત્રિપાઠી અને વિજય ઝોલ ૨૧-૨૧ રન કરી શક્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈના કૅપ્ટન આદિત્ય તારેએ ૨૬ બૉલમાં નૉટઆઉટ ૪૨ રન કર્યા હતા.

બીજી મૅચમાં બરોડાએ સૌરાષ્ટ્રને આઠ વિકેટથી હરાવી ચાર પૉઇન્ટ મેળવ્યા હતા. સૌરાષ્ટ્રની ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૩૧ રનમાં ઑલઆઉટ થઈ હતી. સૌરાષ્ટ્ર તરફથી કૅપ્ટન જયદેવ ઉનડકટ (૨૬ બૉલમાં ૩૩ રન) અને વિકેટકીપર રૉબિન ઉથપ્પાએ (૧૯ બૉલમાં ૨૯ રન) સંઘર્ષ કર્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતા બરોડાના ઓપનર કેદાર દેવધરે ૪૮ બૉલમાં નૉટઆઉટ ૬૨ રન કર્યા હતા તો વનડાઉન રમવા આવેલા કૃણાલ પંડ્યાએ પણ ૨૧ બૉલમાં ૨૫ રન કર્યા હતા. કેપ્ટન દીપક હૂડાએ નૉટઆઉટ ૩૨ રન કર્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK