... એ દિવસે માત્ર સિક્સર્સથી બન્યા હતા 192 રન, અમેરિકામાં ભારતે રમી હતી યાદગાર મેચ

આ મેચમાં કુલ 32 સિક્સર્સ વાગી હતી એટલે કે 192 રન ફક્ત સિક્સર્સથી બન્યા હતા

dhoni




બે વર્ષ પહેલા અમેરિકાના લૉન્ડર હિલ મેદાન પર એક ઐતિહાસિક મેચ રમાઈ હતી. ભારત અને વિન્ડિઝની ટમ પહેલી ટી 20 રમવા મેદાન પર ઉતરી હતી. ત્યારે હાઈસ્કોરિંગ મેચમાં સિક્સર્સનો વરસાદ થયો. મેદાન પરો કોઈ ખૂણો બાકી નહોતો રહ્યો જ્યાં સિક્સ ન વાગી હોય. ઈન્ડિયન બેટ્સમેન હોય કે કેરેબિયન, બંને ટીમ તરફથી ગગનચુંબી છગ્ગા જોવા મળ્યા હતા. આ મેચમાં કુલ 32 સિક્સર્સ વાગી હતી એટલે કે 192 રન ફક્ત સિક્સર્સથી બન્યા હતા. ESPN ક્રિક ઈન્ફોના ડેટા મુજબ ટી 20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં એક મેચમાં વાગેલી આ સૌથી વધુ સિક્સર્સ છે.

વિન્ડિઝે ફટકાર્યા હતા 21 છગ્ગા

ટીમ ઈન્ડિયાના કેપ્ટન ધોનીએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. કેરેબિયન ટીમ તરફથી ચાર્લ્સ અને લુઈસની જોડીએ ઓપનિંગ કરી. બંને બેટ્સમેનોએ એવી ધમાકેદાર બેટિંગ કરી કે ભારતીય બોલર્સ ફક્ત બોલને બાઉન્ડ્રી બહાર જોતા રહ્યા. પહેલી વિકેટ માટે બંને બેટ્સમેનોએ 126 રનની પાર્ટનરશિપ કરી હતી. 79 રન પર ચાર્લ્સ આઉટ થયા બાદ પોલાર્ડ અને રસેલ મેદાન પર આવ્યા. લુઈસે 49 બોલમાં સદી ફટકારી અને 9 સિક્સર્સ પણ એકલા લુઈસે જ ફટકારી. 20 ઓવરમાં વિન્ડિઝે 6 વિકેટે 245 રન બનાવી ભારતને મસમોટો પડકાર આપ્યો હતો.

ભારતે ફટકારી હતી 11 સિક્સર્સ


પહાડ જેવા લક્ષ્યનો પીછો કરતા ભારતીય બેટ્સમેનોએ પણ રન ફટકારવામાં કસર ન છોડી. ઓપનર રોહિત શર્માએ 28 બોલમાં 62 રન બનાવ્યા. જેમાં 4 સિક્સ સામેલ હતી. જો કે રહાણે (7) અને કોહલી (16) ખાસ કશું ન કરી શક્યા. જો કે કે એલ રાહુલે કેરેબિયન બોલર્સની જબરજસ્ત ધોલાઈ કરી. રાહુલે 51 બોલમાં 110 રન બનાવ્યા. જેમાં તેણે પાંચ સિક્સ ફટકારી. બાદમાં ધોનીએ કમાન સંભાળી અને 43 રનની નાનકડી પરંતુ ધમાકેદાર ઈનિંગ રમી. છેલ્લા બોલ પર ભારતને જીતવા માટે 2 રનની જરૂર હતી.પરંતુ ભારત ફક્ત એક જ રન લઈ શક્યું. રસાકસી બાદ વિન્ડિઝ આ મેચ જીતી ગયું. જો કે અમેરિકાના ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચ આજે પણ સિક્સર્સ માટે યાદ રખાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK