મલિન્ગાએ મુરલીનાં બે સ્ટમ્પ્સ ઉખાડી નાખ્યાં અને પછીના બૉલમાં રૈનાનું બૅટ તોડ્યું

ચેન્નઈ: શનિવારની રોમાંચક જીતનો હીરો લસિથ મલિન્ગા એ દિવસ ધોની ઍન્ડ કંપની માટે તો સૌથી મોટો કાંટો બની જ ગયો હતો, ખાસ કરીને તે ઓપનિંગ બૅટ્સમૅન મુરલી વિજય અને વાઇસ કૅપ્ટન સુરેશ રૈનાને શરૂઆતથી ખૂબ નડ્યો હતો. ૧૦ બૉલમાં ૮ રન બનાવનાર વિજય તેના ચાર બૉલમાં માત્ર એક રન કરી શક્યો હતો અને પાંચમા બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો.

 

 


૧૭ બૉલમાં ૧૮ રન બનાવનાર રૈનાએ મલિન્ગાના બે જ બૉલનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એ બન્ને બૉલમાં મલિન્ગાએ તેને ખૂબ પરેશાન કયોર્ હતો. ત્યાર બાદ મલિન્ગા બૅટ સાથે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં છવાઈ ગયો હતો ત્યારે ફીલ્ડિંગમાં પણ રૈનાને તેનો કડવો અનુભવ થયો હતો.


આ મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે ૧૫૯ રનના ટાર્ગેટ પછી ૧૬મી ઓવરમાં સૌથી ડેન્જરસ બૅટ્સમૅન કીરૉન પોલાર્ડ (૨૨ રન, ૧૯ બૉલ, ૩ ફોર)ની સાતમી વિકેટ ગુમાવી ત્યારે જીતવા ૨૮ બૉલમાં ૫૩ રન બાકી હતા અને મલિન્ગા (૩૭ નૉટઆઉટ, ૧૮ બૉલ, ૩ સિક્સર, ૩ ફોર) તથા કૅપ્ટન હરભજન સિંહ (૧૯ નૉટઆઉટ, ૨૦ બૉલ, બે ફોર) તેમ જ બાકીના બે પૂંછડિયા બૅટ્સમેનો અબુ નેચિમ અને યજુવેન્દ્ર ચહલથી મુંબઈ ઇન્ડિયન્સની નૌકા પાર પડવાની સંભાવના બહુ ઓછી હતી. જોકે મલિન્ગા-ભજીની જોડીએ ૫૩ રનની અતૂટ ભાગીદારી સાથે અને એક બૉલ બાકી રાખીને મુંબઈ ઇન્ડિયન્સને જીત અપાવી હતી અને ચેન્નઈ સુપર કિંગ્સના સુપરસ્ટાર બૅટ્સમૅન માઇક હસી (૮૧ રન, ૫૭ બૉલ, ૩ સિક્સર, ૮ ફોર)ની ફટકાબાજી એળે ગઈ હતી.

લસિથ મલિન્ગાની નૉન-ઇન્ટરનૅશનલ પચીસ વ્૨૦ મૅચોમાં શનિવારના અણનમ ૩૭ રન હાઇએસ્ટ છે

મલિન્ગા V/S વિજય


મૅચની પ્રથમ ઓવર લસિથ મલિન્ગાએ કરી હતી જેમાં એક જ રન થયો હતો જે માઇક હસીએ બનાવ્યો હતો. જોકે મલિન્ગા સામે મુરલી વિજય સરિયામ નિષ્ફળ હતો. મલિન્ગાની એ ઓવરના છેલ્લા ચારેય બૉલમાં વિજય એકેય રન નહોતો કરી શક્યો. મલિન્ગાની બીજી ઓવરના પ્રથમ બૉલમાં વિજયે સિંગલ લઈને તેનાથી પીછો છોડાવ્યો હતો, પરંતુ પછીના બૉલમાં હસીએ ફોર ફટકારી હતી અને ત્યાર બાદના બૉલમાં સિંગલ લેતાં ફરી વિજય સ્ટ્રાઇક પર આવ્યો હતો અને મલિન્ગાના ઇનસ્વિંગિંગ યૉર્કરમાં તેનાં બે સ્ટમ્પ્સ ઊડી ગયાં હતાં.

મલિન્ગા V/S રૈના


મુરલી વિજયની વિકેટ પછી સુરેશ રૈના બૅટિંગમાં આવ્યો હતો. લસિથ મલિન્ગાની ઓવરનો પાંચમો અને છઠ્ઠો બૉલ બાકી હતો. ચોથા બૉલમાં યૉર્કરના શસ્ત્રથી વિજયની વિકેટ લીધા બાદ મલિન્ગાનો પાંચમો પણ યૉર્કર હતો જેમાં રૈનાનું બૅટ હેન્ડલ પાસેથી તૂટી ગયું હતું. તૂટેલો ભાગ નીચે પડી ગયો હતો અને હેન્ડલ રૈનાના હાથમાં રહી ગયું હતું. રૈનાએ નવું બૅટ મગાવ્યું હતું, પરંતુ મલિન્ગાથી નહોતો બચી શક્યો. તેનો છઠ્ઠો બૉલ શૉર્ટ હતો જે રૈનાને વાગ્યો હતો. મલિન્ગા એ પાંચમી ઓવર પછી છેક ૧૮મી ઓવરમાં પાછો આવ્યો એ પહેલાં જ રૈના પૅવિલિયન ભેગો થઈ ગયો હતો.


ફીલ્ડિંગમાં મલિન્ગાના એક શૉટમાં બૉલ રૈનાને દાઢી પર વાગ્યો હતો, જ્યારે બીજા એક શૉટમાં રૈનાને બૉલ ગુપ્તાંગ પર વાગ્યો હતો.

સચિને રજનીકાન્તને ઝાંખો પાડ્યો

ચેન્નઈમાં શનિવારે સચિન રમ્યો તો નહોતો, પરંતુ તેની હાજરી જરૂર વર્તાઈ હતી. મૅચની શરૂઆતથી જ ડીજેએ તામિલ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાન્તનાં ગીતોથી લોકોને ગાંડા કરી દીધા હતા, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સના એઇડન બ્લિઝર્ડની એક સિક્સરમાં બિગ સ્ક્રીન પર સચિનને તાળી પાડતો બતાવવામાં આવ્યો ત્યારે તેને જોઈને લોકોની બૂમો અને ચીસોનો અવાજ એટલો મોટો હતો કે એટલો અવાજ રજનીકાન્તનાં ગીતો વખતે પણ નહોતો સાંભળવા મળ્યો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK