ક્રિકેટના સટ્ટાને કાયદેસર કરવાની કાયદાપંચની જોરદાર ભલામણ

ગૅમ્બલિંગ ઇન્ડસ્ટ્રીમાં વિદેશી રોકાણને આકર્ષવાની હિમાયત

stadium

કાયદા પંચે ગઈ કાલે ગૅમ્બલિંગ અને ક્રિકેટ સહિત અન્ય રમતોમાં બેટિંગને પ્રત્યક્ષ અને પરોક્ષ ટૅક્સના માળખા હેઠળ નિયંત્રિત કરપાત્ર પ્રવૃત્તિ તરીકે મંજૂરી આપવાની તથા એનો સીધા વિદેશી રોકાણને આકર્ષવાના સ્રોત તરીકે ઉપયોગ કરવાની ભલામણ કરી હતી. કાયદા પંચે તેના અહેવાલમાં બેટિંગને નિયંત્રિત કરી એના દ્વારા કરની આવકમાં વૃદ્ધિ કરવા કાયદામાં અનેક સુધારા કરવાનું સૂચન કર્યું હતું.  

આ સૂચન અનુસાર સંસદ ગૅમ્બલિંગને નિયંત્રિત કરવા માટે આદર્શ કાયદો ઘડી શકે છે જેને રાજ્યો અપનાવી શકે અથવા તો સંસદ બંધારણની કલમ ૨૪૯ અને ૨૫૨ હેઠળ એની સત્તાનો ઉપયોગ કરીને કાયદો ઘડી શકે છે. જો સંસદ દ્વારા કલમ ૨૫૨ હેઠળ કાયદો ઘડવામાં આવશે તો એને સ્વીકારવા માગતાં રાજ્યો એનો સ્વીકાર કરી શકે છે અને સ્વીકારવા ન માગતાં હોય એવાં રાજ્યોને એમ કરવાની છૂટ રહેશે એમ કાયદા પંચના રિપોર્ટમાં જણાવાયું છે.

કાયદા પંચે બેટિંગ અને ગૅમ્બલિંગની પ્રવૃત્તિઓમાં સંકળાયેલી વ્યક્તિઓના પૅન તેમ જ આધાર કાર્ડ લિન્ક કરવાની તેમ જ મની લૉન્ડરિંગ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે કૅશલેસ ટ્રાન્ઝૅક્શનની ભલામણ કરી છે.  વિદેશી હૂંડિયામણ તથા સીધા વિદેશી રોકાણની નીતિમાં ફેરફાર કરી કસીનો તેમ જ ગૅમ્બલિંગ ઉદ્યોગમાં વિદેશી રોકાણને આકર્ષવાની પણ ભલામણ કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK