કુલદીપે અમને ફસાવ્યા : ઓઇન મૉર્ગન

આગામી સિરીઝમાં જો ભારતને ટક્કર આપવી હશે તો અમારે કાંડાના સ્પિનરો સામે સારું પ્રદર્શન કરવું પડશે

morgan

ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગને સ્વીકાર્યું હતું કે પહેલી T૨૦માં ભારતીય બોલર કુલદીપ યાદવે તેમના બૅટ્સમેનોને ચકમો આપ્યો હતો. વળી જો યજમાન ટીમે ભારતને સિરીઝમાં ટક્કર આપવી હોય તો બાકીની મૅચોમાં મહેમાન ટીમે કાંડાના સ્પિનરો સામે સારું પ્રદર્શન કરવું પડશે. મૅન્ચેસ્ટરમાં મંગળવારે રાત્રે રમાયેલી મૅચમાં કુલદીપે ૨૪ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. એને કારણે ઇંગ્લૅન્ડની ટીમ ૮ વિકેટે ૧૫૯ રન જ બનાવી શકી હતી. કુલદીપે પોતાની ત્રીજી ઓવરમાં મૉર્ગનને સાત રન પર, જૉની બેરસ્ટૉને ઝીરો પર અને રૂટને ઝીરો પર આઉટ કર્યા હતા. એને કારણે ૧૦ ઓવરમાં ૯૫ રન બનાવીને મજબૂત સ્થિતિમાં દેખાતી ઇંગ્લૅન્ડની ટીમ મોટો સ્કોર નહોતી બનાવી શકી.

પરાજય બાદ મૉર્ગને કહ્યું હતું કે ‘બૅન્ગલોરમાં ( ફેબ્રુઆરી-૨૦૧૭માં યુઝવેન્દ્ર ચહલે ૨૫ રન આપીને છ વિકેટ) પણ અમે સારું પ્રદર્શન નહોતા કરી શક્યા, પરંતુ એ અલગ મૅચ હતી. કુલદીપે ચાર બૉલમાં ત્રણ વિકેટ લઈને અમને છેતર્યા. એવું નહોતું કે અમે હવામાં શૉટ ફટકાર્યા હતા. તેણે અમને થાપ આપી હતી. અમે પડકારજનક સ્કોર ન બનાવી શક્યા. અમે ૩૦થી ૪૦ રન ઓછા બનાવ્યા. કુલદીપે સારી બોલિંગ કરી. જોકે અમને ખબર છે કે અમે તેનો સામનો સારી રીતે કરી શકીએ છીએ. આગામી મૅચ પહેલાં અમારે તમામ યોજનાઓની સમીક્ષા કરવી પડશે.’

કૅપ્ટન મૉર્ગને પોતાના બૅટ્સમેનોને કહ્યું હતું કે ‘જૉસ બટલર પાસેથી શીખો. તેણે સ્પિનરોનો સામનો સારી રીતે કર્યો.’

ભારતે મૅચમાં સંપૂર્ણપણે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. લોકેશ રાહુલે ૫૪ બૉલમાં નૉટઆઉટ ૧૦૧ રન ફટકારીને ભારતને સરળતાથી જીત અપાવી હતી. મૉર્ગને કહ્યું કહ્યું હતું કે ‘ભારતે અમારા સ્પિનરોને વધુ તક ન આપી. જો અમે તકનો લાભ ઉઠાવત તો મૅચનું પરિણામ કંઈક અલગ જ હોત. ક્રિસ જૉર્ડને બાઉન્ડરી પર કૅચ છોડ્યો હતો તેમ જ ઇનિંગ્સની શરૂઆતમાં રાહુલનો પૉઇન્ટ પર કૅચ પકડી લેવામાં આવ્યો હોત તો આ મૅચ અલગ હોત.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK