આયરલૅન્ડ સામે બેન્ચ-સ્ટ્રેન્ગ્થની ચકાસણી કરવા માગશે ભારત

પહેલી મૅચમાં જીત બાદ કોહલીએ કહ્યું કે અમે મિડલ ઑર્ડરમાં ઘણા પ્રયોગો કરીશું : લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક અને ઉમેશ યાદવ જેવા ખેલાડીને મળશે તક

lokesh

ભારતીય ટીમ આજે આયરલૅન્ડ સામે ડબ્લિનમાં રમાનારી બીજી અને છેલ્લી T૨૦માં બેન્ચ-સ્ટ્રેંગ્થની ચકાસણી કરવા માગશે, જેથી ઇંગ્લૅન્ડ સામે પડકારજનક પ્રવાસ માટે તમામને પિચનો અંદાજો આવી જાય. ભારતે આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડના ત્રણ મહિના લાંબા પ્રવાસની તૈયારી શાનદાર રીતે કરતાં પહેલી T૨૦માં ૭૬ રનથી વિજય મેળવ્યો હતો. રોહિત શર્મા અને શિખર ધવનની હાફ-સેન્ચુરીને કારણે ભારતે પાંચ વિકેટે ૨૦૮ રનનો સ્કોર કર્યો હતો.

બાદમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલે મળીને સાત વિકેટ મેળવીને આયરલૅન્ડને નવ વિકેટે ૧૩૨ રન જ બનાવવા દીધા. આ મૅચથી એવો સંકેત મળ્યો કે ભારતની પ્લેઇંગ ઇલેવન ત્રણ મહિનાના બ્રેક બાદ પણ શાનદાર રીતે રમે છે. ઇંગ્લૅન્ડના પ્રવાસ માટે સારી રીતે તૈયાર છે, પરંતુ સૌથી મોટો સવાલ બેન્ચ-સ્ટ્રેંગ્થનો છે. લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક અને ઉમેશ યાદવ જેવા ક્રિકેટરોને તક આપવી પડશે. કૅપ્ટન વિરાટ કોહલીએ પહેલી T૨૦ બાદ કહ્યું હતું કે ‘અમે મિડલ ઑર્ડરમાં ઘણા પ્રયોગો કરવા જઈ રહ્યા છીએ. અમે તમામને મૅચમાં રમાડવા માગીએ છીએ અને તેમને પોતાની ક્ષમતા બતાવવાની તક આપવા માગીએ છીએ, કારણ કે ઘણા ખેલાડીઓ પ્રવાસમાં આવે છે અને તેમને રમવાની તક નથી મળતી.’

ભારતે રોહિત અને ધવનને પ્રવાસની પહેલી મૅચ માટે ઓપનરો તરીકે પસંદ કર્યા છે. એનાથી એ વાત પાકી છે કે જ્યારે પણ તક મળશે ત્યારે રાહુલ મિડલ ઑર્ડરમાં જ બૅટિંગ કરશે. કોહલીની વાતથી એ વાતની ખબર નથી પડતી કે ભારત બોલિંગ-આક્રમણમાં પણ ફેરબદલ કરશે કે નહીં. કોહલીએ કહ્યું હતું કે ટીમને જોતાં ફેરફાર જરૂર થશે, પરંતુ કેટલાક ખેલાડીઓ એવા છે જેમને બહાર ન કરી શકાય. જેવા કે રોહિત, ધવન અને કોહલી પોતે, ધોની અને બે લેગ સ્પિનર.

ભારતને એ વાતનો લાભ જરૂર છે કે બીજી T૨૦ મૅચની પિચ પણ એના જેવી જ હશે, જેવી પહેલી T૨૦ની હતી. કુલદીપ અને ચહલ પિચમાંથી લાભ ઉઠાવવામાં સફળ રહ્યા હતા. આયરલૅન્ડના કૅપ્ટન ગૅરી વિલ્સને કહ્યું પણ હતું કે પહેલાં બૅટિંગ કરી હોત કે પછી કોઈ ફરક નહોતો પડવાનો. ભારત એક વધારાના બોલરને ટીમમાં સમાવવા માટે એક ઓછા બૅટ્સમૅનને ટીમમાં સમાવેશ કરવાનું જોખમ પણ ઉઠાવી શકે એમ છે.

કોહલીનો બેન્ચ ખેલાડીઓને તક આપવાનાં મંત્રને બોલિંગ-આક્રમણમાં લાગુ પાડવામાં આવશે જેમાં ઉમેશ યાદવ અને સિદ્ધાર્થ કૌલ સારું પ્રદર્શન કરવા માટે ઉત્સુક છે. ટીમ-મૅનેજમેન્ટ ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને બહાર કરવા માટે તૈયાર નથી. કોહલી પણ ઝીરો પર આઉટ થયો હતો. એથી તે પણ ક્રીઝ પર થોડો સમય વિતાવવા માગશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK