કડિયા પ્રીમિયર લીગનું ચૅમ્પિયનપદ પુણેની બૅચલર બૉય્સ ટીમે જીતી લીધું

 

 

સમાજ-મુલુંડના યુવા કાર્યકર્તાઓ દ્વારા મુલુંડ (ઈસ્ટ)માં ૬૦ ફીટ રોડ પરના દીનદયાળ નગર નજીકના સંભાજી પાર્ક ગ્રાઉન્ડમાં આયોજિત જ્ઞાતિના પ્લેયરો માટેની કડિયા પ્રીમિયર લીગ (કેપીએલ) નામની બે દિવસની ટેનિસ બૉલ ક્રિકેટ-ટુર્નામેન્ટ બૅચલર બૉય્સ (ગુરુપીંપરી-પુણે) ટીમે જીતી લીધી હતી.

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા

શનિવારે ૮-૮ ઓવરની ફાઇનલમાં ક્રિષ્ના ઇલેવન (સુરત)ની ટીમે ૯ વિકેટે ૫૬ રન બનાવ્યા હતા. બૅચલર બૉય્સ (ગુરુપીંપરી-પુણે)એ પણ ૭ વિકેટે ૫૬ રન બનાવતાં મૅચ ટાઇ થઈ હતી. ટુર્નામેન્ટના નિયમ મુજબ બૉલ-આઉટથી રિઝલ્ટ લાવવાનું નક્કી થયું હતું જેમાં બન્ને ટીમના ત્રણ-ત્રણ બોલરોએ એક-એક બૉલમાં સ્ટમ્પ્સને નિશાન બનાવવાનાં હતાં અને જે ટીમના બોલરો સૌથી વધુ વખત આ ટાર્ગેટ મેળવવામાં સફળ થાય એ ટીમને વિજેતાપદ મળવાનું હતું.

બૅચલર બૉય્સ (ગુરુપીંપરી-પુણે)એ ટૉસ જીતીને સ્ટમ્પ્સને નિશાન બનાવવાની શરૂઆત કરી હતી. યોગાનુયોગ, બૉલ-આઉટમાં પણ બન્ને ટીમ ૧-૧ સફળ નિશાન સાથે સમકક્ષ રહેતાં ફરી ટાઇ થઈ હતી અને નૉકઆઉટના નિયમની મદદ લેવામાં આવી હતી જેમાં પ્રથમ જે ટીમના બોલરનો બૉલ સ્ટમ્પ્સને વાગે એ ટીમને ચૅમ્પિયનપદ મળવાનું હતું. આ માટે માટે ઉછાળવામાં આવેલો નવો ટૉસ પણ બૅચલર બૉય્સ (ગુરુપીંપરી-પુણે)એ જીતી લીધો હતો અને એના કૅપ્ટન ચેતન રાઠોડે સ્ટમ્પ્સને સફળતાપૂર્વક નિશાન બનાવ્યાં હતાં અને એ સાથે બૅચલર બૉય્સ (ગુરુપીંપરી-પુણે)એ ટ્રોફી પર કબજો કરી લીધો હતો. ગયા વર્ષે આ સ્પર્ધા ક્રિષ્ના ઇલેવન (સુરત)ની ટીમે જીતી લીધી હતી.

સેમી ફાઇનલમાં ક્રિષ્ના ઇલેવન (સુરત)નો એ. વી. બૉય્સ (કાંદિવલી) સામે ૯ વિકેટે અને બૅચલર બૉય્સ (ગુરુપીંપરી-પુણે)નો વિશ્વકર્મા ઇલેવન (સુરત) સામે ૬ વિકેટે વિજય થયો હતો.

૧૬ ટીમો વચ્ચેની આ સ્પર્ધામાં સમાજના અગ્રણીઓ, જ્ઞાતિજનો તેમ જ મુલુંડ-સ્થિત રાજકીય ક્ષેત્રની અગ્રગણ્ય વ્યક્તિઓએ હાજરી આપી હતી.

કયો અવૉર્ડ કોને?

મૅન ઑફ ધ ફાઇનલ : ભાવિક મનાણી (બૅચલર બૉય્સ-ગુરુપીંપરી પુણે), પચીસ રન અને ૧૨ રનમાં ૩ વિકેટ

પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ : દીપક ટાંક (વિશ્વકર્મા ઇલેવન-સુરત), કુલ ૬૯ રન અને ૪ વિકેટ

બેસ્ટ બૅટ્સમૅન ઑફ ધ ટુર્નામેન્ટ : હિતેશ વાઘેલા (ક્રિષ્ના ઇલેવન-સુરત), કુલ ૬૮ રન

બેસ્ટ બોલર ઑફ ધ ટુર્નામેન્ટ : પ્રતીક ખોલિયા (બૅચલર બૉય્સ-ગુરુપીંપરી પુણે), કુલ ૧૧ વિકેટ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK