માત્ર ટક્કર આપવી જ પૂરતું નથી, જીતની કળા પણ શીખવી જોઈએ

ભારતીય કૅપ્ટનના મતે દર વખતે સ્કોરબોર્ડ જોઈને એમ ન કહી શકીએ કે વિજયથી માત્ર થોડાક દૂર હતા, પરંતુ જ્યારે એ પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ ત્યારે જ એને સમજવી જરૂરી

kohli

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે મારી ટીમ વિદેશના પ્રવાસોમાં માત્ર જોરદાર ટક્કર આપીને જ સંતોષ ન માને, પરંતુ દબાણવાળી પરિસ્થિતિમાં પરિણામ આપવાની કળા પણ શીખવી જોઈએ. ભારત ચોથી ટેસ્ટમાં ૬૦ રનથી હારી ગયું, જેને કારણે ઇંગ્લૅન્ડ પાંચ મૅચની સિરીઝ ૩-૧થી જીતી ગયું. ઇંગ્લૅન્ડના ૨૪૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતીય ટીમ ૧૮૪ રન જ બનાવી શકી. કોહલીએ કહ્યું હતું કે ‘ક્રીઝ પર હોય ત્યારે જ સ્થિતિને સમજવાની જરૂર છે, મૅચ પૂરી થયા બાદ નહીં. અમે સ્કોરબોર્ડ જોઈને એમ ન કહી શકીએ કે માત્ર ૩૦ કે ૫૦ રન જ દૂર હતા. જ્યારે એ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોઈએ ત્યારે જ એને સમજવી જોઈએ, પછી નહીં. અમને ખબર હતી કે અમે સારું રમ્યા, પરંતુ દર વખતે જાતને એમ ન કહી શકીએ કે અમે સારી ટક્કર આપી. જ્યારે તમે વિજયની આટલી નજીક હતા તો જિતાડવું પણ એક કળા છે, જેને અમારે શીખવી પડશે. અમારી અંદર એ ક્ષમતા છે. એથી જ અમે જીતની આટલી નજીક પહોંચ્યા છીએ, પરંતુ દબાણની પરિસ્થિતિમાં અમારે સારું પ્રદર્શન કરવું પડશે.’

સાઉથ આફ્રિકાની જેમ જ ઇંગ્લૅન્ડના પ્રવાસમાં પણ ભારત પહેલી બે મૅચ હાર્યું હતું અને પછી ત્રીજી ટેસ્ટમાં જોરદાર વાપસી કરીને જીત મેળવી હતી. ચોથી ટેસ્ટ અને સિરીઝમાં બૅટ્સમેનોની નિષ્ફળતા વિશે કૅપ્ટને કહ્યું હતું કે ‘ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સમાં મહત્વની ક્ષણો શોધવી ઘણી મુશ્કેલ હતી, પરંતુ આઉટ થયા બાદ મને એવું લાગ્યું હતું કે એ દિવસે હું વધુ લાંબો સમય ટક્યો હોત તો અમારી લીડ વધી શકી હોત. જોકે અમારી ટીમે ક્યારેય હાર નહોતી માની. ઇંગ્લૅન્ડે જીતવા માટે આકરી મહેનત કરવી પડી હતી.’ 

ઇંગ્લૅન્ડ ખરાબ પરિસ્થિતિમાં અમારા કરતાં વધુ સાહસિક હતું : કોહલી

ચોથી ટેસ્ટમાં હાર બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે ઇંગ્લૅન્ડની ટીમ ખરાબ પરિસ્થિતિમાં નીડર રહી અને બન્ને ટીમો વચ્ચે આ જ અંતર હતું. જ્યારે તમારી પાસે હારવા માટે કંઈ જ નથી હોતું તો તમે બૉલને ફટકારો છો અને પાર્ટનરશિપને વધારો છે, જેને કારણે હરીફ ટીમની મુશ્કેલીઓ વધી જાય છે. ઇંગ્લૅન્ડની ટીમના લોઅર ઑર્ડરના બૅટ્સમેનો નીડર થઈને મેદાન પર ઊતરે છે. ખરાબ પરિસ્થિતિમાં પણ તેઓ ડરતા નથી.’

ICC ટેસ્ટ-રૅન્કિંગમાં વિરાટ ટોચ પર યથાવત

વિરાટ કોહલીએ ICC રૅન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન યથાવત્ રાખ્યું છે તો ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ત્રણ ક્રમાંક ઉપર ચડીને બોલરોના રૅન્કિંગમાં ટૉપ ૨૦માં વાપસી કરી છે. કોહલીએ ઇંગ્લૅન્ડ સામે ચોથી ટેસ્ટમાં ૪૬ અને ૫૮ રનની ઇનિંગ્સ બાદ કરીઅરમાં સૌથી વધુ ૯૩૭ રેટિંગ પોઇન્ટ મેળવ્યા હતા. રેટિંગ પૉઇન્ટ મુજબ કોહલી અત્યારે ઑલટાઇમ બેસ્ટ બૅટ્સમેનોની યાદીમાં અગિયારમા ક્રમાંક પર છે. ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-સિરીઝમાં કોહલી અત્યાર સુધી ૫૪૪ રન બનાવી ચૂક્યો છે.

ચેતેશ્વર પુજાર ટેસ્ટ-બૅટ્સમેનોના રૅન્કિંગમાં છઠ્ઠા સ્થાન પર છે અને ભારતનો બીજો શ્રેષ્ઠ બૅટ્સમૅન છે. ટેસ્ટ-બોલરોના રૅન્કિંગમાં શમી ઓગણીસમા ક્રમાંક પર છે. જસપ્રીત બુમરાહ કરીઅરમાં સૌથી વધુ ૪૮૭ પૉઇન્ટ મેળવીને ૩૭મા ક્રમાંક પર પહોંચ્યો છે. બીજી તરફ ચોથી ટેસ્ટમાં ઑલરાઉન્ડ પ્રદર્શન કરનાર ઇંગ્લૅન્ડનો સૅમ કરૅન બૅટ્સમેનોના રૅન્કિંગમાં ૪૩મા ક્રમાંક પર પહોંચ્યો છે તો ઑલરાઉન્ડરોની યાદીમાં તે ૧૫મા ક્રમાંક પર પહોંચ્યો છે. મૅન ઑફ ધ મૅચ પસંદ થયેલો સ્પિનર મોઇન અલી બોલરોના રૅન્કિંગમાં ૩૩મા ક્રમાંક પર પહોંચી ગયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK