જેસન રૉયની સદીની મદદથી ઇંગ્લૅન્ડે બીજી વન-ડેમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું

જવાબમાં શૉન માર્શની સદી છતાં ઑસ્ટ્રેલિયા ૩૦૪ રનમાં ઑલઆઉટ, ૩૮ રનથી હારતાં સિરીઝમાં ૨-૦થી પાછળ

jason

જેસન રૉયની (૧૨૦) સદી અને સ્ટૅન્ડ ઇન કૅપ્ટન જૉસ બટલરના આક્રમક ૯૧ રન તથા બોલર લિઆમ પ્લન્કેટની (૫૩ રનમાં લીધેલી ૩ વિકેટ) શાનદાર બોલિંગને કારણે ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયા સામેની કાર્ડિફમાં રમાયેલી વરસાદના વિઘ્નવાળી બીજી વન-ડેમાં ૩૮ રનથી જીત મેળવી હતી. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમે આઠ વિકેટે ૩૪૨ રન બનાવ્યા હતા જે એણે વન-ડેમાં અત્યાર સુધી ઑસ્ટ્રેલિયા સામે બનાવેલો સર્વોચ્ચ સ્કોર હતો. જવાબમાં ઑસ્ટ્રલિયાની ટીમ ૩૮ રને હારી ગઈ હતી. ઑસ્ટ્રેલિયાના શૉન માર્શની સદી છતાં સમગ્ર ટીમ ૩૦૪ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી.

બૅટિંગ કરવા ઊતરેલા ઇંગ્લૅન્ડના જેસન અને જૉની બૅરસ્ટૉ (૪૨) સાથે મળીને ૬૩ રનની પાર્ટનરશિપ કરતાં ટીમને સારી શરૂઆત આપી હતી. જોકે કેન રિચર્ડસને બૅરસ્ટોને આઉટ કર્યો હતો. જેસને ત્યાર બાદ પહેલાં ઍલેક્સ હેલ્સ (૪૨) અને જો રૂટ (૨૬) સાથે પાર્ટનરશિપ કરીને ઇંગ્લૅન્ડના સ્કોરને ૧૭૯ રન સુધી પહોંચાડ્યો હતો. રૂટ આઉટ થયા બાદ બટલરે (નૉટઆઉટ ૯૧) પણ જેસન સાથે ચોથી વિકેટ માટે ૬૦ રનની પાર્ટનરશિપ કરી હતી. ઍન્ડ્રયુ ટાઇએ ૨૩૯ના સ્કોર પર જેસનને આઉટ કરી ઑસ્ટ્રેલિયાને સૌથી મહત્વની વિકેટ અપાવી હતી. જેસન બાદ બટલરે સૅમ બિલિંગ્સની (૧૧) સાથે ૫૦ રનની પાર્ટનરશિપ કરી હતી. જોકે ત્યાર બાદ બટલરને કોઈનો સરખો સાથ ન મળ્યો. ટીમે ૮ વિકેટે ૫૦ ઓવરમાં ૩૪૨ રન કર્યા હતા.

લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સની શરૂઆત પણ ખરાબ રહી હતી. ૯૯ના સ્કોર સુધી ટ્રેવિસ હૅડ (૧૯), ડી’આર્કી શૉર્ટ (૨૧) અને માર્ક્સ સ્ટોઇનિસ (૯)ની વિકેટ ગુમાવી હતી. તો ૧૧૦ના સ્કોર પર ઍરોન ફિન્ચ પણ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. ત્યાર બાદ ઑસ્ટ્રેલિયા માટે સૌથી વધુ વખત સદીની ઇનિંગ્સ રમનાર શૉન માર્શે (૧૩૧ રન) ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાકીના ખેલાડીઓનો સાથ ન મળ્યો. સમગ્ર ટીમ ૩૦૪ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી.

પોતાની ઇનિંગ્સમાં ૧૧૬ બૉલમાં ૧૦ ચોગ્ગા અને ત્રણ સિકસર ફટકારનાર માર્શ આઠમી વિકેટ તરીકે પૅવિલિયનમાં પરત ફર્યો હતો. ઇંગ્લૅન્ડ માટે પ્લન્કેટ ઉપરાંત આદિલ રાશિદે પણ ત્રણ વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડે આ જીતની સાથે જ વન-ડે સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી છે. ત્રીજી મૅચ ૧૯ જૂને રમાશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK