કુક અને રૂટને આઉટ કરીને બુમરાહે કરાવી ભારતની વાપસી

પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં પહેલા દિવસના અંતે ઇંગ્લૅન્ડના ૭ વિકેટે ૧૯૮ રન

bumrah

ઓવલમાં ગઈ કાલે શરૂ થયેલી પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ઍલસ્ટર કુકે બનાવેલા આક્રમક ૭૧ રનને પગલે ઇંગ્લૅન્ડ મોટો સ્કોર બનાવશે એવું લાગતું હતું, પણ જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્માએ વેધક બોલિંગ દ્વારા અડધી ટીમને પૅવિલિયનભેગી કરતાં ભારતની વાપસી થઈ હતી. દિવસના અંતે ઇંગ્લૅન્ડે ૭ વિકેટના ભોગે ૧૯૮ રન બનાવ્યા હતા.

 ઇંગ્લૅન્ડે પાંચ મૅચની સિરીઝમાં ૩-૧થી અજેય લીડ મેળવી લીધી છે અને આ મૅચ માત્ર ઔપચારિકતા બની ગઈ છે, પરંતુ ગઈ કાલે ઇંગ્લૅન્ડના કૅપ્ટને ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. લંચ સુધીમાં જેનિંગ્સની વિકેટના ભોગે ૬૮ અને ટી સુધીમાં ૧૨૩ રન બનાવ્યા હતા. જોકે ત્યાર બાદ જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્માએ તરખાટ મચાવ્યો હતો.

૬૪મી ઓવરમાં બુમરાહે કુકને ૭૧ રનના સ્કોર પર આઉટ કરી દીધો અને ત્રણ બૉલ બાદ જો રૂટને ઝીરો પર પૅવેલિયનભેગો કરી દેતાં ભારતીય ટીમમાં ખુશીનો માહોલ છવાયો હતો. સ્કોરમાં એક રનના વધારા સાથે ત્રણ વિકેટ પડી હતી. ત્યાર બાદ ઇશાંત શર્માએ બૅરસ્ટોને ઝીરોમાં આઉટ કર્યો હતો. સૅમ કરૅનને પણ શર્માએ ઝીરોમાં પૅવેલિયનભેગો કરતાં ભારતીય ક્રિકેટરસિકો ખુશખુશાલ થયા હતા. બેન સ્ટૉક્સ પણ સસ્તામાં આઉટ થયો હતો. એકમાત્ર મોઇન અલીએ ૧૭૫ બૉલમાં ૫૦ રન અને છેલ્લી ટેસ્ટ-મૅચ રમી રહેલા એલિસ્ટર કુકે ૧૯૦ બૉલમાં ૭૧ રન બનાવ્યા હતા.

પાંચેય ટેસ્ટમાં જો રૂટે જીત્યો ટૉસ


ભારત વિરુદ્ધની ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટે પાંચેય ટેસ્ટ-મૅચોમાં ટૉસ જીતીને એક રેકૉર્ડ કર્યો હતો. ભારત સામેની સિરીઝમાં આ રીતે ટૉસ જીતનારો ઇંગ્લૅન્ડનો તે પહેલો અને વિશ્વનો ત્રીજો કૅપ્ટન બન્યો છે. આ પહેલાં ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટનો જૉન ગોડાર્ડ અને ક્લાઇવ લૉઇડે અનુક્રમે ૧૯૪૮-’૪૯ સિરીઝ અને ૧૯૮૨-’૮૩ સિરીઝમાં આ રીતે તમામ ટૉસ જીત્યા હતા. ૧૯૯૮-’૯૯માં ઑસ્ટ્રેલિયાના માર્ક ટેલરે ઇંગ્લૅન્ડ સામે તમામ ટૉસ જીત્યા હતા.

હનુમા વિહારીનો ટેસ્ટ-ડેબ્યુ

ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને છેલ્લી ટેસ્ટ-મૅચમાં ગઈ કાલે ભારત વતી હનુમા વિહારીનો ડેબ્યુ થયો હતો. કૅપ્ટન વિરાટ કોહલીએ તેને ટેસ્ટ-કૅપ પહેરાવી હતી. ટેસ્ટ-મૅચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારો તે ૨૯૨મો ખેલાડી બન્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK