બીજો સ્પિનર કોણ? જાડેજા કે કુલદીપ?

આજથી લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટનો પ્રારંભ

jadeja


પહેલી મૅચ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજથી લૉર્ડ્સમાં શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં આમનેસામને થશે તો એનો પ્રયત્ન પોતાના બૅટ્સમેનોના જવાબદારીપૂર્વકના પ્રદર્શનના દમ પર જીતની રાહ પર વાપસી કરવાનો હશે. બર્મિંગહૅમમાં રમાયેલી પહેલી મૅચમાં જો કૅપ્ટન વિરાટ કોહલીને અન્ય બૅટ્સમેનોએ સહકાર આપ્યો હોત તો વિશ્વની નંબર વન ટેસ્ટ ટીમ લીડ લે એવી શક્યતા હતી, પરંતુ એવંે ન થતાં ૩૧ રનથી હારી ગઈ હતી. જોકે ભારતીય ડ્રેસિંગ રૂમમાં માહોલ આત્મવિશ્વાસથી છલોછલ છે.

પિચ સૂકી રહે એવી શક્યતા

મૅચના બે દિવસ પહેલાં લૉર્ડ્સમાં ઘણું ઘાસ હતું, પરંતુ આ ઘાસને કાપી નાખવામાં આવે એવી શક્યતા છે. જો એવું નહીં થાય તો પણ પિચ સૂકી જ હશે. ભારતીય ટીમે આ પરિસ્થિતિને જોતાં પોતાની બોલિંગની રણનીતિમાં પુન: વિચાર કરવો પડશે. પહેલી ટેસ્ટમાં બૅટ્સમેનો નિષ્ફળ રહ્યા હોવા છતાં બોલિંગ-કોચ ભરત અરુણે વધારાના બૅટ્સમૅનને ઉતારવાની શક્યતાને નકારી કાઢી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે બીજા સ્પિનર પર વિચાર થઈ શકે છે.

સ્પિનરની પસંદગીમાં અસમંજસ

આવી પરિસ્થિતિમાં ઉમેશ યાદવને બહાર બેસાડવામાં આવશે. ઇશાન્ત શર્મા, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યા ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. બીજા સ્પિનરની પસંદગીમાં પણ મુશ્કેલી પડશે, કારણ કે રવીન્દ્ર જાડેજાએ ૨૦૧૪માં લોર્ડ્સમાં રમતાં બન્ને ઇનિંગ્સ મળીને ત્રણ વિકેટ લીધી હતી અને બીજી ઇનિંગ્સમાં ૬૮ રન બનાવ્યા હોવાથી ભારત મૅચ જીતી શકે એવો સ્કોર કરવામાં સફળ રહ્યું હતું. કુલદીપ યાદવની પણ અવગણના ન થઈ શકે. તેણે નેટ પર કૅપ્ટન કોહલી સામે બોલિંગ કરતાં તેને ઘણો પરેશાન કર્યો હતો. કૅપ્ટને પણ તેની બોલિંગની ઘણી પ્રશંસા કરી હતી.

ત્રીજા ક્રમાંકની બૅટિંગ-સમસ્યા

બૅટિંગ ક્રમને લઈને પણ કોહલી સામે મોટો પડકાર છે. કૅપ્ટને પહેલી ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાને બદલે શિખર ધવન પર પસંદગી ઉતારી હતી. વળી લોકેશ રાહુલને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી હતી. ત્રીજા ક્રમાંકનો પ્રયોગ ટીમ-મૅનેજમેન્ટ માટે કોઈ નવી વાત નથી. આ પહેલાં કોહલી અને રવિ શાસ્ત્રીએ ૨૦૧૪-’૧૫માં ઑસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં પુજારાને બદલે ત્રીજા ક્રમાંક પર રોહિત શર્માને રમાડ્યો હતો. ત્યાર બાદ બંગલા દેશ અને શ્રીલંકા સામેની ટેસ્ટમાં પણ આ પ્રયોગ યથાવત રહ્યો હતો, પરંતુ ત્યાર બાદની બે ટેસ્ટમાં અજિંક્ય રહાણેને ત્રીજા ક્રમાંક પર બૅટિંગ માટે ઉતારવામાં આવ્યો હતો. પુજારા સાઉથ આફ્રિકા સામે ૨૦૧૫ની ઘરઆંગણાની સિરીઝમાં ત્રીજા ક્રમાંક પર બૅટિંગ માટે ઊતર્યો હતો. છ ટેસ્ટ સુધી આ ક્રમ યથાવત રહ્યો હતો.

પ્લેઇંગ ઇલેવનમાં ફેરબદલ

ટીમ-મૅનેજમેન્ટે એ નક્કી કરવાનું છે કે આ સીઝનમાં કાઉન્ટી ક્રિકેટ રમનારા પુજારા માટે પ્લેઇંગ ઇલેવનમાં તક છે કે નહીં? ધવને માત્ર ૨૬ અને ૧૩ રન જ બનાવ્યા હતા તો રાહુલે ચાર અને ૧૩ રન બનાવ્યા હતા. બર્મિંગહૅમની પિચ ભારતીય બૅટ્સમેનો માટે પડકારજનક હતી. કોહલીની કૅપ્ટન્સીમાં અત્યાર સુધી ૩૬ ટેસ્ટમાં અલગ-અલગ પ્લેઇંગ ઇલેવન ઉતારવામાં આવી છે. ભારતીય બૅટિંગ લાઇનઅપમાં એક સ્થાયિત્વ જરૂરી છે.

ઇંગ્લૅન્ડની ટીમમાં ફેરફાર

ઇંગ્લૅન્ડની ટીમમાંથી ડેવિડ મૅલનને બહાર કાઢવામાં આવ્યો છે તો બેન સ્ટોક્સ કોર્ટની સુનાવણીને કારણે બહાર છે. જો રૂટે નક્કી કરવાનું છે કે તેને બે સ્પિનરની જરૂર છે કે નહીં. મોઇન અલીને સાથ આપવા માટે ૨૦ વર્ષના ઓલિવર પૉપને રમાડવામાં આવે એવી શક્યતા છે. તો ફાસ્ટ બોલિંગની જવાબદારી જેમ્સ ઍન્ડરસ, સ્ટુઅર્ટ બ્રૉડ અને સૅમ કરૅન સંભાળશે.

સંભવિત ટીમો

ભારતીય ટીમ : વિરાટ કોહલી (કૅપ્ટન), શિખર ધવન, મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, દિનેશ કાર્તિક (વિકેટકીપર) રિષભ પંત, કરુણ નાયર, હાર્દિક પંડ્યા, રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાન્ત શર્મા, ઉમેશ યાદવ, શાદુર્લ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.

ઇંગ્લૅન્ડની ટીમ : જો રૂટ (કૅપ્ટન), મોઇન અલી, જેમ્સ ઍન્ડરસન, જૉની બૅરસ્ટો (વિકેટકીપર), સ્ટુઅર્ટ બ્રૉડ, જૉસ બટલર, ઍલ્સટર કુક, સૅમ કરૅન, કીટોન જૅનિંગ્સ, ઓલિવર પૉપ, જૅમી પોર્ટર, આદિલ રાશિદ, ક્રિસ વૉક્સ.

ભારત સામે ટેસ્ટ-ડેબ્યુ કરશે ઓલિવર પૉપ

ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટે ગઈ કાલે કન્ફર્મ કર્યું કે ‘આજથી શરૂ થતી લૉર્ડ્ઝ ટેસ્ટમાં સરે કાઉન્ટીનો બૅટ્સમૅન ઓલિવર પૉપ ટેસ્ટ-ડેબ્યુ કરશે. પૉપ ફાઇનલ ઇલેવનમાં ડેવિડ મૅલનના સ્થાને રમશે.’ સીમર જેમી પોર્ટરને ૧૩ સદસ્યની ટીમમાં સ્થાન નહોતું મળ્યું. બેન સ્ટોક્સના સ્થાને ક્રિસ વૉક્સ અથવા મોઇન અલીને લેવામાં આવશે.

કોહલીએ ફૅન્સને અપીલ કરતાં કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી

ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલાં મીડિયા સાથે વાતચીત કરતાં વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ફૅન્સને અપીલ કરી હતી કે ‘માત્ર એક ટેસ્ટ-મૅચ બાદ ટીમની ખરાબ બૅટિંગને લઈને કોઈ ધારણા ન બાંધે, કારણ કે સમસ્યા ટેãક્નકની નહીં, પરંતુ માનસિક છે. શરૂઆતના ૨૦થી ૩૦ બૉલ કઈ રીતે રમવા એને લઈને રણનીતિ સ્પષ્ટ હોવી જોઈએ જેમાં આક્રમકતા સંકળાયેલી નથી. હાલમાં આક્રમકતાને બદલે સંયમ રાખવાની જરૂર છે.’ કૅપ્ટન્સી પર ઊઠેલા સવાલ મામલે તેણે કહ્યું હતું કે ‘એક કૅપ્ટન તરીકે જેટલા પ્રયત્ન કરવા જોઈએ એ કરી રહ્યો છું. દરેક લોકોનો મૅચ જોવાનો અભિગમ અલગ-અલગ હોય છે. કૅપ્ટન્સીને લઈને પોતાના વિચાર હોય છે, પરંતુ મને લાગે છે કે હું ખેલાડીઓ સાથે સારી રીતે વાત કરી રહ્યો છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK