નોટિંગહામ ટેસ્ટમાં ભારતની શાનદાર જીત

નોટિંગહામ ટેસ્ટમાં ભારતની શાનદાર જીત

TST


ટ્રેન્ટ બ્રિજમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 203 રને પરાજય આપ્યો છે. આ સાથે જ ભારતે 11 વર્ષ પછી નોટિંઘમમાં જીત મેળવી છે. ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં 104 ઓવરમાં 317 રને ઓલઆઉટ થઇ ગયું.  ચોથા દિવસના અંતે મેચ પૂરી થઇ ત્યારે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 102 ઓવરમાં 311 રન કર્યા હતા. ભારતે જીત માટે ઇંગ્લેન્ડને 521 રનનું ખૂબ મોટું લક્ષ્યાંક આપ્યું હતું. અને પાંચમા દિવસે બસ ઔપચારિક્તા બાકી હતી. પહેલા જ શેસનમાં ભારતે બાકી રહેલી એક વિકેટ ઝડપીને જીત પોતાના નામે કરી લીધી.


બટલરે આપી લડત

ત્રીજી ટેસ્ટ મેચમાં પહેલી ઈનિંગથી જ ભારતની સ્થિતિ મજબૂત હતી. જો કે બીજી ઈનિંગમાં બટલર અને સ્ટોક્સે થોડી લડત આપી. ઇંગ્લેન્ડના જોસ બટલરે પોતાના કરિયરની પહેલી સદી ફટકારી. બટલર-સ્ટોક્સે 346 બોલમાં 169 રનની ભાગીદારી કરી. બટલરને આઉટ કરીને જસપ્રીત બુમરાહે આ ભાગીદારીને તોડી. તે બીજી ઇનિંગમાં 5 અને મેચમાં કુલ 7 વિકેટ પોતાને નામે કરી ચૂક્યો છે. તો ઈશાંત શર્માએ 2, હાર્દિક, શમી અને અશ્વિને 1-1 વિકેટ ઝડપી.

5 ટેસ્ટ હાર્યા બાદ મળી જીત


ટીમ ઈન્ડિયાને આ જીત ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ હાર્યા બાદ મળી છે. આ પહેલા ભારતે ઈંગ્લેન્ડના છેલ્લા પ્રવાસમાં લોર્ડ્સમાં 95 રનથી જીત મેળવી હતી. ચાર વર્ષ પહેલા 2014માં રમાયેલી આ સિરીઝમાં લોર્ડ્ઝમાં મળેલી જીત બાત ભારત સતત ત્રણ ટેસ્ટ હાર્યુ હતું. અને આ વખતે પણ ભારત પહેલી બંને ટેસ્ટ હારી ચુક્યુ છે. નોટિગહામમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન બાદ સિરીઝ હવે રોમાંચક બની છે. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર ભારત ફક્ત 6 વખત જ હરાવી શક્યુ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK