સ્પિનની જાળમાં આયરલૅન્ડને ફસાવીને કુલદીપે આપી ઇંગ્લૅન્ડને ચેતવણી

ભારતે પાંચ વિકેટે કરેલા ૨૦૮ રનના જવાબમાં આયરલૅન્ડે નવ વિકેટે કર્યા માત્ર ૧૩૨ રન

kuldeep

બ્રિટનના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે આયરલૅન્ડ સામે પોતાની શાનદાર શરૂઆત કરતાં ૭૬ રનથી મૅચ જીતી હતી. આ મૅચમાં ચાઇનામૅન બોલર કુલદીપ યાદવે શાનદાર શરૂઆત કરી હતી. કુલદીપે ૪ ઓવરમાં ૨૧ રન આપી ૪ વિકેટ લીધી હતી.

તેને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. આ મૅચ બાદ કુલદીપે કહ્યું હતું કે ‘હું પહેલી વખત બ્રિટનના પ્રવાસે આવ્યો છું. મને સારી શરૂઆત મળી છે.

મને લાગે છે કે બૅટિંગ માટે આ એક સારી વિકેટ છે. અહીં બૉલ થોડોઘણો ટર્ન થતો હતો. પિચ દ્વારા મળનારી આ મદદનો કાંડાની મદદથી સ્પિન કરનારા અમે બન્નેએ સારો લાભ ઉઠાવ્યો. અમે વિવિધતાભરી બોલિંગ કરી અને યોગ્ય વિસ્તારમાં બૉલ નાખ્યા હતા.’

આયરલૅન્ડે ૨૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવી હતી. કુલદીપે ઇંગ્લૅન્ડના બૅટ્સમેનોને ચેતવણી આપતાં કહ્યં  હતું કે ‘ભલે ઇંગ્લૅન્ડ આ દિવસોમાં શાનદાર ક્રિકેટ રમી રહ્યું હોય, પરંતુ અમે જો અમારી વિવિધતાભરી બોલિંગનો યોગ્ય ઉપયોગ કરીશું તો ઇંગ્લૅન્ડના બૅટ્સમેનો માટે અમારી સામે રન બનાવવા સરળ નહીં હોય.’

૧૦૦ T૨૦ આંતરરાષ્ટ્રીય મૅચ રમનારો છઠ્ઠો દેશ બન્યો ભારત


બુધવારે યુરોપ પ્રવાસની આયરલૅન્ડ સામેની પહેલી T૨૦ આંતરરાષ્ટ્રીય મૅચમાં ભારત ૭૬ રનથી જીતી ગયું હતું. ભારત ૧૦૦ T૨૦ આંતરરાષ્ટ્રીય મૅચ રમનારો છઠ્ઠો દેશ બન્યો હતો. ભારતે પોતાની પહેલી T૨૦ આંતરરાષ્ટ્રીય મૅચ ૨૦૦૬ની પહેલી ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સામે રમી હતી અને ૬ વિકેટથી જીતી હતી. અત્યાર સુધી ભારતને ૧૦૦ T૨૦માંથી ૬૨માં જીત અને ૩૫માં હાર મળી છે.

આયરલૅન્ડના પીટર ચેઝે એક જ ઓવરમાં ધોની, રોહિત અને વિરાટને કર્યા આઉટ

આયરલૅન્ડના બોલર પીટર ચેઝે વન-ડેમાં ત્રણ ડબલ સેન્ચુરી ફટકારવાનો વર્લ્ડ રેકૉર્ડ કરનાર રોહિત શર્મા (૯૭), બેસ્ટ ફિનિશર મહેન્દ્ર સિંહ ધોની (૧૧) અને રનમશીન તરીકે જાણીતા વિરાટ કોહલીને (૦) એક જ ઓવરમાં પૅવેલિયનભેગા કર્યા હતા. એ પણ માત્ર ચાર બૉલમાં. આ મૅચમાં તેણે કુલ ૪ વિકેટ લીધી હતી. એમાં સુરેશ રૈનાની વિકેટનો પણ સમાવેશ હતો. T૨૦માં આવું પહેલી જ વખત થયું હતું કે આ ચાર દિગ્ગજ બૅટ્સમેનોને કોઈ એક બોલરે એક જ મૅચમાં આઉટ કર્યા હોય . પીટર ચેઝે છેલ્લી ત્રણ વિકેટ વીસમી ઓવરમાં લીધી હતી.

T૨૦માં રોહિત-ધવને બે વખત ૧૫૦ કરતાં વધુ રન બનાવી રેકૉર્ડ કર્યો


રોહિત અને ધવન વચ્ચે ૧૬૦ રનની થયેલી પાર્ટનરશિપ ભારતીય ટીમની બીજી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ હતી. અગાઉ સૌથી મોટી પાર્ટનરશિપ ૧૬૫ રનની છે જે રોહિત શર્મા અને લોકેશ રાહુલ વચ્ચે શ્રીલંકા સામે ૨૦૧૭માં થઈ હતી. રોહિત અને શિખર એકમાત્ર ઓપનિંગ જોડી છે જેણે T૨૦માં બે વખત ૧૫૦ કરતાં વધુ રનની પાર્ટનરશિપ કરી હોય.

ભારત તરફથી સુરેશ રૈના અને મહેન્દ્ર સિંહ ધોની પહેલી T૨૦ રમ્યા હતા. હવે આ બન્નેએ ૧૦૦મી T૨૦ પણ રમ્યા હતા. આમ આ બન્ને ખેલાડીઓએ એક અલગ પ્રકારનો જ રેકૉર્ડ બનાવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK