Ind vs Eng:ચોથી ટેસ્ટમાં જીત નથી સહેલી, અહીં છે હારનો ઈતિહાસ

સાઉધમ્પટનના જે રોઝબાઉલ મેદાન પર મેચ રમાવાની છે, ત્યાં ભારતનો રેકોર્ડ સારો નથી

KOHLI




ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ ગુરુવારથી સાઉધમ્પટનમાં રમાવાની છે. ભારત આ સિરીઝમાં 1-2થી પાછળ છે. જો કે ત્રીજી ટેસ્ટ જીતીને કોહલી એન્ડ કંપનીએ સિરીઝમાં કમબેક કરવાના સંકેત આપ્યા છે. હવે ભારતો ચોથી ટેસ્ટ જીતીને 2-2ની બરાબરી કરવી જરૂરી છે. જો કે ચોથી ટેસ્ટમાં જીત સહેલી નથી. કારણ કે સાઉધમ્પટનના જે રોઝબાઉલ મેદાન પર મેચ રમાવાની છે, ત્યાં ભારતનો રેકોર્ડ સારો નથી. ESPN ક્રિકઈન્ફોના ડેટા મુજબ ભારત આ મેદાન પર એક જ ટેસ્ટ રમ્યુ છે, જેમાં પણ પરાજય થયો હતો.

અહીં 266 રનથી રાહી ચૂક્યુ છે ભારત

2014માં ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આ મેદાન પર એક મેચ રમી હતી. ત્યારે ભારતને 266 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એ ટેસ્ટ મેચમાં ઈંગ્લિશ કેપ્ટન કૂકે પહેલી બેટિંગ પસંદ કરી હતી. અને પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 569 રનન ખડકી દીધા હતા. ઈંગ્લેન્ડ તરફી બેલેન્સ (156) અને બેલ (167) સૌથી વધુ રન બનાવ્યા હતા. જો કે સામે ભારત માત્ર 330 રનમાં ઓલઆઉટ થયું. તો ઈંગ્લેન્ડે બીજી ઈનિંગ 205 રને ડિક્લેર કરી. હવે ભારતને જીત માટે 445 રનની જરૂર હતી.


આ પણ વાંચોઃચોથી ટેસ્ટમાં ઍન્ડરસન તોડી શકે છે વર્લ્ડ રેકૉર્ડ


આખી ટીમ થઈ હતી ફ્લોપ

આટલા મોટા ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયા ધરાશાયી થઈ ગઈ. 6 બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ નહોતા પહોંચી શખ્યા. ભારત તરફથી રહાણેએ (56) સૌથી વધુ રન બનાવ્યા હતા. ભારતની આખી ટીમ માત્ર 178 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ટીમ ઈન્ડિયા આ મેચ 266 રનથી હારી ગઈ. આ મેચમાં ભારતની બેટિંગ અને બોલિંગ બંને ખરાબ રહ્યા હતા. જો કે આ વાતને ચાર વર્ષ વીતી ચૂક્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK