છેલ્લી ટેસ્ટ: ઈંગ્લેન્ડની ૧૫૪ રનની લીડ

કરીઅરની છેલ્લી મૅચ રમી રહેલા ઍલસ્ટર કુકે ફટકાર્યા નોટઆઉટ ૪૬ રન

પોલહસો

ગઈ કાલે રવીન્દ્ર જાડેજાએ નૉટઆઉટ ૮૬ રન કરીને ભારતીય ટીમને વાપસી કરાવી હતી. તો ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને રેકૉર્ડ માટે થોડી રાહ જોવી પડશે. જાડેજાએ પોતાની પહેલી જ મૅચ રમતાં હનુમા વિહારી (૫૬) સાથે સાતમી વિકેટ માટે ૭૭ રનની પાર્ટનરશિપ કરતાં ભારતે ઇંગ્લૅન્ડે કરેલા ૩૩૨ રનના જવાબમાં ૨૯૨ રન કર્યા હતા. આમ માત્ર ૪૦ રન જ પાછળ રહ્યું હતું. ઍન્ડરસને ૨૧ ઓવરમાં ૫૪ રન આપી બે વિકેટ જ લીધી હતી. તે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ગ્લેન મૅક્ગ્રાની ૫૬૩ ટેસ્ટ-વિકેટ કરતાં માત્ર બે વિકેટ જ પાછળ છે. બીજી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડના ઓપનર કીટોન જૅનિંગ્સની (૧૦ રન) વિકેટ શરૂઆતમાં જ મોહમ્મદ શમીએ લીધી હતી. મોઇન અલી (૨૦)નો શિકાર જાડેજાએ કર્યો હતો. તો ટેસ્ટ કરીઅરની છેલ્લી ઇનિંગ્સ રમી રહેલા ઍલસ્ટર કુકે  નોટઆઉટ ૪૬ રન કર્યા હતા જેને કારણે ઇંગ્લૅન્ડે ૨ વિકેટે ૧૧૪ રન કર્યા હતા તેમ જ કુલ ૧૫૪ રનની લીડ લીધી હતી.

રો્ારો

શનિવારે ૧૭૪ રનમાં છ વિકેટ ગુમાવી દેતાં ભારત મુશ્કેલીમાં હતું. વિહારીએ ૨૫ રન કર્યા હતા તો જાડેજાને રવિચન્દ્રન અશ્વિનને બદલે તક આપવામાં આવી હતી. હનુમા વિહારીએ ૧૦૪ બૉલમાં પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી હતી જેમાં એક સિક્સર અને છ ચોગ્ગાનો સમાવેશ થતો હતો. જાડેજા અને હનુમા વચ્ચે ૭૭ રનની પાર્ટનરશિપને ઑફ સ્પિનર મોઇન અલીએ તોડી હતી જેણે હનુમાને આઉટ કર્યો હતો. જાડેજા ૮૬ રને નૉટઆઉટ હતો.

૪ હનુમા વિહારીએ ઇંગ્લૅન્ડ સામે પોતાની પહેલી મૅચમાં જ હાફ સેન્ચુરી ફટકારી હતી. ઇંગ્લૅન્ડ સામે આવી સિદ્ધિ મેળવનાર રુસી મોદી, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ બાદ તે આટલામો ખેલાડી બન્યો છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK