પહેલી ટેસ્ટમાં કુલદીપ અને લોકેશ રાહુલને સ્થાન મળવું મુશ્કેલ

રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા ફૉર્મમાં : મુરલી વિજય અને શિખર ધવન કરશે ઓપનિંગ

કહત્ાાજ

દેબાશિષ દત્તા

આવતી કાલથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ-મૅચોની પટૌડી ટ્રોફી સિરીઝની પહેલી ટેસ્ટ-મૅચ બર્મિંગહૅમમાં શરૂ થવાની છે અને આ ટેસ્ટમાં ભારતીય ટીમની અંતિમ ઇલેવનમાં કોને સ્થાન મળશે એ વિશે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જાણવા મળે છે કે ચાઇનામૅન બોલર કુલદીપ યાદવ અને ફૉર્મમાં ચાલી રહેલા ઓપનિંગ બૅટ્સમૅન લોકેશ રાહુલને પહેલી ટેસ્ટમાં રમવા મળે એવું નથી લાગતું. ભારતીય ટીમના મિડલ-ઑર્ડર બૅટ્સમૅન અજિંક્ય રહાણેના કહેવા મુજબ કુલદીપ યાદવ લિમિટેડ ઓવર્સમાં ટીમ ઇન્ડિયા માટે એક્સ-ફૅક્ટર સાબિત થયો છે, પણ ટેસ્ટ-મૅચમાં ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિન અને લેગ-સ્પિનર રવીન્દ્ર જાડેજા સારું રમી રહ્યા છે.

આ એ વાતનો સંકેત છે કે કુલદીપ યાદવ અંતિમ ઇલેવનમાં નહીં હોય. ગઈ કાલે નેટ્સમાં પણ કુલદીપ યાદવની બૉડી-લૅન્ગ્વેજ પણ ગ્રેટ દેખાતી નહોતી. પ્રૅક્ટિસ વખતે રવીન્દ્ર જાડેજા બોલિંગ અને બૅટિંગ બન્નેમાં એકદમ ચિયરફુલ દેખાતો હતો. આ સિવાય ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીમાંથી કોઈ એકને સ્થાન મળે એવી શક્યતા છે. હાલમાં ફૉર્મમાં ચાલી રહેલા લોકેશ રાહુલને પણ અંતિમ ઇલેવનમાં સ્થાન મળવું મુશ્કેલ છે.

ટીમ ઇન્ડિયાની અંતિમ ઇલેવનમાં શિખર ધવન, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઇશાન્ત શર્મા અને ઉમેશ યાદવ અથવા મોહમ્મદ શમી પૈકી કોઈ એકનો સમાવેશ હશે.

ભારતની સ્ટ્રેંગ્થ અને વીકનેસ

કૅપ્ટન વિરાટ કોહલી એકલા હાથે મોટા સ્કોર બનાવવામાં સક્ષમ છે. રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા બોલિંગ પછી બૅટિંગમાં ઘણા કામ લાગે છે. મુરલી વિજય પણ સારા ફૉર્મમાં છે. તેણે પ્રૅક્ટિસ-મૅચમાં હાફ-સેન્ચુરી મારી હતી. વાઇસ-કૅપ્ટન અજિંક્ય રહાણે, શિખર ધવન અને ચેતેશ્વર પુજારાનું ખરાબ ફૉર્મ ભારતની ટીમ માટે ચિંતાનો વિષય છે. ધવન આ ઇંગ્લૅન્ડ ટૂરમાં ત્રણ T૨૦માં ફક્ત ૧૯ રન, ત્રણ વન-ડેમાં મૅચોમાં ૧૨૦ રન, એસેક્સ સામેની પ્રૅક્ટિસ-મૅચમાં બન્ને ઇનિંગ્સમાં ઝીરો પર આઉટ થઈ ગયો હતો. ચેતેશ્વર પુજારા હાલમાં અહીં રમેલી ૮ કાઉન્ટી મૅચોમાં કોઈ મોટી ઇનિંગ્સ નથી રમી શક્યો, તેનો હાઇએસ્ટ સ્કોર ૩૫ રન છે.

ઇંગ્લૅન્ડની સ્ટ્રેંગ્થ અને વીકનેસ


યજમાન ટીમના ટૉપ ત્રણ ક્રિકેટર કૅપ્ટન જો રૂટ, ઍલસ્ટર કુક અને જૉસ બટલર શાનદાર ફૉર્મમાં છે અને તેઓ સ્પિનને સારી રીતે રમે છે. મોઇન અલી બૉલ અને બૅટ બન્નેથી ધમાલ મચાવી શકે છે. ટેસ્ટના નંબર વન બોલર જેમ્સ ઍન્ડરસન બન્ને ટીમોમાં સૌથી અનુભવી બોલર છે અને હોમગ્રાઉન્ડ પર ખતરનાક સાબિત થઈ શકે છે. ઇંગ્લૅન્ડના બૅટ્સમેનો ભારતના સ્પિનરો સામે રમવામાં સંઘર્ષ કરે છે. વન-ડે સિરીઝમાં જો રૂટ સિવાય અન્ય બૅટ્સમેનો સ્પિનને સમજી ન શક્યા. ટેસ્ટ-સિરીઝમાં અશ્વિન અને જાડેજા પણ છે એટલે ફરીથી વિકેટોનું પતન થઈ શકે છે.

ગ્રાઉન્ડ રેકૉર્ડ

ભારતે બર્મિંગહૅમમાં છમાંથી એકેય ટેસ્ટ નથી જીતી. પાંચ ટેસ્ટ-મૅચ હારી અને એક ડ્રૉ કરી છે. ઇંગ્લૅન્ડે આ મેદાન પર ૫૦માંથી ૨૭માં જીત, ફક્ત આઠમાં હાર અને ૧૫ ડ્રૉ કરી છે.

ઇંગ્લૅન્ડની ૧૦૦૦મી ટેસ્ટ

આ ટેસ્ટ-મૅચ ઐતિહાસિક રહેશે, કારણ કે ઇંગ્લૅન્ડની આ હજારમી ટેસ્ટ છે અને આટલી ટેસ્ટ રમનાર ઇંગ્લૅન્ડ દુનિયાનો પ્રથમ દેશ બનશે. ઑસ્ટ્રેલિયા સામે ૧૮૭૭માં સૌથી પહેલાં ટેસ્ટ-ક્રિકેટ રમવાનું શરૂ કરનાર ઇંગ્લૅન્ડે અત્યાર સુધી રમેલી ૯૯૯ ટેસ્ટમાંથી ૩૫૭ જીતી છે, ૨૯૭ હારી છે અને ૩૪૫ ડ્રૉ રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK