કૅમેરાથી દૂર રહીને કરેલી મહેનતને કારણે મળી છે સફળતા : બુમરાહ

ઈજા બાદ વાપસી કરતા ભારતીય ફાસ્ટ બોલરે પાંચ વિકેટ લઇને કરાવી ટીમને ટેસ્ટમાં વાપસી

bumrah

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈજા બાદ શાનદાર વાપસી અને ટેસ્ટ-ક્રિકેટમાં બીજી વખત પાંચ વિકેટ લેવાની સિદ્ધિનું શ્રેય કૅમેરાથી દૂર રહીને કરવામાં આવેલી સખત મેહનત અને ફિટનેસને આપ્યું છે. બુમરાહે બીજી ઇનિંગ્સમાં ૮૫ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તેણે કહ્યું હતું કે ‘જ્યારે મેં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું ત્યારે ત્યારે મારો પહેલો સ્પેલ દસ ઓવરનો હતો. હું રણજી ટ્રોફીમાં હંમેશાં વધુ ઓવર નાખતો હતો, જેનો મને ફાયદો થયો હતો.’

બુમરાહે કહ્યું હતું કે ‘જ્યારે હું ઈજાગ્રસ્ત હતો ત્યારે મેં મારી ફિટનેસ અને પ્રૅક્ટિસ પર ધ્યાન આપ્યું. હું હંમેશાં મારા ટ્રેઇનરના સંપર્કમાં રહ્યો હતો જેથી વાપસી કરતી વખતે સારી સ્થિતિમાં રહું.’

ભારતના આ ફાસ્ટ બોલરે બીજી વખત ટેસ્ટની ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી, જેને કારણે ભારતે પાંચ મૅચોની ટેસ્ટ-સિરીઝમાં ત્રીજી મૅચ જીતીને વાપસી કરી હતી. બુમરાહે કહ્યું હતું કે ‘તમને કંઈ પણ વસ્તુ સરળતાથી નથી મળતી. તમારે એની પાછળ સખત મહેનત કરવી પડતી હોય છે. કૅમેરાથી દૂર રહીને અમે જે મહેનત કરતા હોઈએ છીએ એની સફળતા આવા દિવસો દરમ્યાન જોવા મળે છે.’

ઇંગ્લૅન્ડનો સ્કોર એક સમયે ચાર વિકેટે ૬૨ રનનો હતો. ત્યાર બાદ જૉસ બટલર અને બેન સ્ટોક્સ વચ્ચે ૧૬૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. બુમરાહે કહ્યું હતું કે ‘મર્યાદિત ઓવરોની મૅચમાં તમે ચતુરાઈથી બૅટ્સમેનોને ચકમો આપો છે, પરંતુ ટેસ્ટમાં સંયમ અન સાતત્ય જાળવવું જરૂરી છે. મારું ધ્યાન એના પર જ હતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK